Crime news latest: આ દરમિયાન પ્રેમી અલ્પેશના કહેવા પ્રમાણે સગીરાએ મોકો જોઈને ટેબલના ડ્રોઅરમાંથી ચાવી કાઢી લીધી હતી. લોકઅપ ખોલતા જ અંદરથી આરોપી અલ્પેશ દીવાલ કુદીને ભાગી ગયો હતો.
મહેસાણા: નંદાસણમાં (Mahesana news) ફિલ્મોને પણ ટક્કર આપે તેવો કિસ્સો સામે આવ્યો છે. ગામની સગીર વયની છોકરી (minor girl) અને યુવાન પરિવારના વિરોધને કારણે ઘરેથી ભાગી (couple Elopes) ગયા હતા. જેથી સગીરાના પરિવારે પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ વકીલ સાથે પ્રેમી અને સગીર પ્રેમિકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જે બાદ પોલીસે યુવાન પ્રેમીને લોકરની પાછળ ધકેલી દીધો હતો. જ્યારે સગીરાને મહિલા પોલીસ કર્મી સાથે બેસાડી હતી. તે દરમિયાન સગીર પ્રેમિકાએ પ્રેમીને લોકરમાંથી ભગાડી દીધો હતો. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધીને સગીર સહિત બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કડીના નંદાસણના નવાપુરામાં રહેતો અલ્પેશ ગાભુભાઈ રાવળ થોડા સમય પહેલા પંથકમાં રહેતી સગીરાને ભગાડી ગયો હતો. આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં પરિવારે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ 3 જુલાઈના રોજ પોતાના વકિલ મારફત આરોપી યુવક અને સગીરા પોલીસ મથકે હાજર થયા હતા. યુવકને રાત્રે લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.
જયારે સગીરાની દેખરેખ માટે મહિલા જીઆરડી પાસે રાખવામાં આવી હતી. રાત્રીના ૩ કલાકે ફરજ પરના પીએસઓ અને બે જીઆરડી સૂઇ ગયા હતા. આ દરમિયાન અલ્પેશના કહેવા પ્રમાણે સગીરાએ મોકો જોઈને ટેબલના ડ્રોઅરમાંથી ચાવી કાઢી લીધી હતી. લોકઅપ ખોલતા જ અંદરથી આરોપી અલ્પેશ દીવાલ કુદીને ભાગી ગયો હતો.
પત્નીએ જ રૂ.10 લાખની સોપારી આપીને કરાવી પતિની હત્યા જોકે, આ ઘટનામાં થોડો અવાજ થતાં પીએસઓ નિકીતાબેન જાગી ગયા હતા. તેમણે સગીરાને પોલીસ સ્ટેશનના દરવાજા તરફ ભાગતી જોતા બુમાબુમ કરી હતી અને સ્ટાફના લોકોએ તેને ઝડપી લીધી હતી. આ ઘટના અંગે નંદાસણ પોલીસ સ્ટેશને ભાગી છુટેલા આરોપી અને સગીરા સામે ફરીયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.