Home /News /mehsana /Mehsana: આવો આકાશી નજારો તમે ક્યારેય નહીં જોયો હોય! લગ્નના વરઘોડામાં લાખો રૂપિયા વરસ્યા! Video વાયરલ

Mehsana: આવો આકાશી નજારો તમે ક્યારેય નહીં જોયો હોય! લગ્નના વરઘોડામાં લાખો રૂપિયા વરસ્યા! Video વાયરલ

X
શાહી

શાહી લગ્નમાં રૂ.10 થી 500 ની ચલણી નોટોનો વરસાદ

કડી તાલુકાના સેવાડા અગોલ ગામ ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગમાં ગામના માજી સરપંચના ભત્રીજાના લગ્નમાં 10થી 500 સુધીની ચલણી નોટોનો વરસાદ થયો. ચલણી નોટોનો વરસાદ થતાંજ ગામ લોકોમાં પડાપડી થઈ ગઈ હતી. લગ્નની ખુશીમાં ચલણી નોટોનો વરસાદ એકમાત્ર કારણ બહાર આવ્યું.

વધુ જુઓ ...
Rinku Thakor, mehsana: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નના અવનવા વીડિયો પણ વાયરલ થતા હોય છે જેમાં વર પક્ષ અને વધુ પક્ષ તરફથી પ્રસંગને યાદગાર બનાવવા અનોખા આઈડિયાથી રજૂ કરવામાં આવે છે જેથી કરીને યાદગાર બની જાય પરંતુ શું તમે કોઈ દિવસ લગ્ન પ્રસંગમાં રૂપિયાનો વરસાદ થતો જોયો છે. નહીં ને તો અહીં જોઈ લો,વાત છે કડી તાલુકાના સેવાજા આગોલ ગામની જ્યા એક માજી સરપંચે પોતાના  ભત્રીજા ના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરતા ચર્ચાનો વિષય બન્યા છે.

કડી તાલુકાના સેવાડા આગોલ ગામના માજી સરપંચના ભત્રીજાનો વરઘોડો નીકળ્યો અને આકાશમાંથી નોટોનો વરસાદ થવા લાગ્યો.લગ્નના વરઘોડામાં 10 થી લઈ 500ની ચલણી નોટોનો વરસાદ થતાં જ પૈસા લેવા ગામ લોકોમાં પડાપડી થવા લાગી હતી. દ્રશ્યો જોઈને એવું લાગ્યું કે જાણે કોઈએ કુબેરનો ખજાનો ખોલી દીધો હોય.ચલણી નોટોનો વરસાદનો  વાઇરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

 લગ્નની ખુશીમાં કર્યો નોટોનો વરસાદ

કડી તાલુકાના અગોલ ગામના વતની અને ગામના માજી સરપંચ કરીમ જાદવ અને રસુલ ભાઈ કે જેઓ બે ભાઈ છે. તેમના ભાઈ રસુલ ભાઈ ના પુત્ર રજાકના લગ્ન પ્રસંગે નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જ્યાં માજી સરપંચ કરીમભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારા બંને ભાઈ વચ્ચે એક જ પુત્ર છે અને જેના લગ્ન હતા અને સાંજના સમયે ગામની અંદર વરઘોડો નિકાળવામાં આવ્યો હતો. જ્યાં લગ્નની ખુશીની અંદર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.



સગાવહાલાએ પણ ઉડાડી નોટો

સાથે સાથે સગા વાલાઓએ પણ ખુશીમાં ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. જ્યાં માજી સરપંચના ભત્રીજાના લગ્ન પ્રસંગે રૂપિયા 10 થી 500 સુધીની ચલણી નોટોનો વરઘોડાની અંદર વરસાદ થતાં નોટો લેવા માટે પડાપડી થઇ હતી. કુટુંબીજનો તેમજ સગા સંબંધીઓ દ્વારા નોટોનો વરસાદ ગામની ચોકની વચ્ચે આવેલા મકાનોના ધાબા ઉપર ચડીને કરવામાં આવ્યો હતો. માજી સરપચના ભત્રીજાના લગ્નની અંદર લાખો રૂપિયાની ચલણી નોટોનો વરસાદ થયો હતો.
First published:

Tags: Local 18, Mahesana, Marriage, Video viral

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો