Home /News /mehsana /ગુજરાતનું ગૌરવ! મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી, પહેલી ગજરાતી ખેલાડી

ગુજરાતનું ગૌરવ! મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી, પહેલી ગજરાતી ખેલાડી

તસનીમ મીરની ફાઈલ તસવીર

latest sports news: મહેસાણાની બેડમિન્ટન ખેલાડી (mehsana badminton player) તસનીમ મીરની (tasneem mir) ભારતીય બેડમિન્ટન ટીમમાં (Indian badminton team) પસંદગી થઈ છે. ગુજરાતમાંથી સૌપ્રથમ (Gujarat first badminton player) કોઈ બેડમિન્ટન ખેલાડીની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. latest sports news: Mehsana badminton player Tasnim Mir has been selected in the Indian badminton team. Gujarat's first badminton player has been selected in the Indian badminton team.

વધુ જુઓ ...
મહેસાણાઃ એક તરફ ટોક્યો પેરાલિમ્પિક્સમાં (tokyo paralympics) ભારતીય ખેલાડીઓએ (Indian players) પોતાના પ્રદર્શનથી ભારત માટે મેડલોનો વરસાદ (medals rain on india) કર્યો છે ખાસ કરીને બેડમિન્ટનમાં ગોલ્ડ, સિલ્વર મેડલો જીત્યા છે. ત્યારે બીજી તરફ મહેસાણા માટે (Mehsana news) સારા સમાચાર આવ્યા છે. મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં (Indian badminton team) પસંદગી થઈ છે. ગુજરાતમાંથી સૌપ્રથમ (Gujarat first badminton player) કોઈ બેડમિન્ટન ખેલાડીની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે.

તસનીમ મીર સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમમાંથી રમશે. તે ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે. ત્યારે તેના પરિવારજનોમાં પણ ખુશી છે. તસનીમના પિતા પોલીસકર્મી છે. અને તસનીમના કોચ પણ છે.

તસનીમ મીરે ઓગસ્ટ મહિનામાં બલ્ગેરિયાના પેઝારઝિકમાં યોજાયેલી અન્ડર-19 જુનિયર ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશનિપમાં ચેમ્પિયન બની હતી. તસનીમ મીરે બીજી ક્રમાંકિત રશિયાની મારિયા ગોલુબેવાને 21-10, 21-12થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો.

આ પણ વાંચોઃ-Tokyo Paralympics: ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ બદલ્યો, અત્યાર સુધીમાં જીત્યા 19 મેડલ, જુઓ સંપૂર્ણ લીસ્ટ

અગાઉ તસનીમ મીરે દુબઈમાં બે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યું હતું. તસનીમ મીરે નેશનલ લેવલે 22 વખત ચેમ્પિયન બની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે 5 ટાઈટલ મેળવ્યા છે. 11 સપ્ટેમ્બર 2019માં શરુ થયેલી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તસનીમ મીરે મહિાલ સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તસનીમે રશિયા ઉપરાંત આ પહેલાં દુબઈ અને નેપાળમાં પણ ટાઈટલ જીત્યું હતું.

ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ બદલ્યો, જીત્યા 19 મેડલ
ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે ભારતીય ખેલાડીઓ (Indian Players)એ રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કર્યું હતું. ભારતે 5 ગોલ્ડ (Gold), 8 સિલ્વર (Silver) અને 6 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં ભારત 24માં ક્રમે છે. આ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.

આ પણ વાંચોઃ-ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સપોર્ટ સ્ટાફ થયો આઈસોલેટ

આ પહેલા ભારતીય ખેલાડીઓએ 11 વખત પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ માત્ર 12 મેડલ જ જીતી શક્યા હતા. પરંતુ આ વખતે ખેલાડીઓએ ઈતિહાસ બદલી નાખ્યો. આ વખતે રેકોર્ડ 54 ખેલાડીઓ ટોક્યોમાં ઉતર્યા. એકંદરે, ભારતને પેરાલિમ્પિક્સમાં 9 ગોલ્ડ, 12 સિલ્વર, 10 બ્રોન્ઝ સહિત 31 મેડલ મળ્યા છે.

પેરાલિમ્પિક રમતોની શરૂઆત 1960માં થઈ હતી અને ભારતીય ખેલાડીઓ સૌપ્રથમ 1968માં તેલ અવીવ પહોંચ્યા હતા. ત્યારબાદ ભારતે એક પણ મેડલ જીત્યો ન હતો. 1972માં પ્રથમ વખત મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ભારતને પેરાલિમ્પિક ગેમ્સમાં માત્ર એક જ ગોલ્ડ મળ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ટોક્યો 2020માં 5 રમતોમાં 19 મેડલ જીત્યા હતા. પુરુષ ખેલાડીઓએ 16 જ્યારે મહિલા ખેલાડીઓએ ત્રણ મેડલ જીત્યા હતા.
First published:

Tags: Badminton, Gujarati girls, મહેસાણા