Home /News /mehsana /Mehsana: વૃક્ષો બચાવવા યુવાઓની અનોખી પહેલ, પસ્તીમાંથી કોરા કાગળ લઈ કરે છે આવું કાર્ય

Mehsana: વૃક્ષો બચાવવા યુવાઓની અનોખી પહેલ, પસ્તીમાંથી કોરા કાગળ લઈ કરે છે આવું કાર્ય

X
વૃક્ષો

વૃક્ષો બચાવવા અને જરૂિયાતમંદોને મદદ મળે એ માટે મહેસાણાનાં યુવાનોની કામગીરી.

#ABVPMehsana દ્વારા 2015 થી "સંવેદન " પ્રકલ્પ ચાલવામાં આવે છે જે અંતર્ગત ઘરે ઘરે જઈને નોટબુક/ ચોપડાની પાછળ વધેલા કોરા પેજને એકત્રિત કરવામાં આવે છે, ત્યારબાદ તેનું રી - બાઇન્ડીગ કરી નવો ચોપડો બનાવી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે.

વધુ જુઓ ...
મહેસાણા: ABVP વિદ્યાર્થી માટે ઘણા સમયથી કામ કરે છે અને આ ઉપરાંત નિશુલ્ક વર્ગ શિક્ષણ માટે , યુવાનોમાં પર્યાવરણ જાગૃતિ માટે પણ વિવિધ કાર્ય કરતા હોય છે. એમાં મહેસાણાનાં યુવાનો જોડાઈને એમના કામમાં મદદ કરતા હોય છે. એજ જ રીતે તેઓ આ વર્ષે એક મુહિમ ચાલું કરી છે, જેમાં તેઓ મહેસાણા વિસ્તારમાં ફરીને પેજ એકત્ર કરીને ચોપડા બનાવીને જરૂિયાતમંદોને આપે છે.

યુવાનો કરે છે આ કામ

સ્કુલ-કોલેજનાં વિદ્યાર્થી આ મુહિમમાં જોડાઈને વેકેશનમાં મહેસાણાનાં જુદાં જુદા વિસ્તારોમાં ફરીને લોકોનાં ઘરે જઈને ચોપડાનાં પાછળ વધેલા પત્તા ભેગા કરે છે, ત્યારબાદ આ પત્તાનો ઉપયોગ કરીને તેઓ નવી બુક- ચોપડા બનાવે છે અને એવાં બાળકો અને વિદ્યાર્થી જેને જરૂર છે એ લોકોને તેઓ ચોપડાનું વિતરણ કરે છે.



આ કરવા પાછળ નું ઉદ્દેશએ છે કે રફ પડેલા ચોપડાનાં પાછળનાં પત્તાનો સદુપિયોગ થાય અને તે વેસ્ટનાં થાય અને પર્યાવરણ બચે અને બીજું જરૂિયાતમંદોને વસ્તુ મળી રહે. મહેસાણામાં અત્યાર સુધી 10,204 ઘરોનો રૂબરૂ સંપર્ક કરી પેજનું કલેક્શન યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે .



#ABVPMehsana દ્વારા 2015 થી "સંવેદન " પ્રકલ્પ ચાલવામાં આવે છે જે અંતર્ગત ઘરે ઘરે જઈને નોટબુક/ ચોપડાની પાછળ વધેલા કોરા પેજને એકત્રિત કરવામાં આવે છે, ત્યારબાદ તેનું રી - બાઇન્ડીગ કરી નવો ચોપડો બનાવી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે. અત્યાર સુધી ABVP મહેસાણાએ આ કાર્યક્રમના માધ્યમથી અત્યાર સુધી 147 જેટલા ઘટાદાર વૃક્ષો કપાતા બચાવેલ છે.



આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓ આજના આધુનિક યુગમાં મોબાઈલ પાછળ પોતાનો સમય ન વેડફતા તેમનામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ તેમજ રાષ્ટ્ર સેવાના ગુણ કેળવાય એ હેતુ થી ABVP મહેસાણા કાર્ય કરી રહ્યું છે.
First published:

Tags: Local 18, Mehsana news