ઈગલ ધાણાના ભાવ રૂ.1200 થી 1250 સુધીના જોવા મળી રહ્યા છે. સ્કુટર ક્વોલિટી ધાણાનો ભાવ રૂ.1300 થી 1400, જ્યારે એક્સ્ટ્રા ધાણીના ભાવ રૂ. 1800 થી 2000 સુધીના પડ્યા હતા. ધાણાની વધતી આવકોને લઈ ગંજબજારમાં ધાણાના ઢગલા ખડકાયા છે.
Rinku Thakor, Mehsana: ઊંઝા ગંજબજારમાં રવિ પાકની કાપણીની સાથે જ પાકની આવકમાં વધુ જોવા મળી છે. હવે માર્ચના અંત સુધીમાં ઊંઝા ગંજબજાર માં રવિ પાકની સારી આવક નોંધાઈ રહી છે. ઉંઝા માર્કેટ યાર્ડમાં માર્ચ મહિનાના અંતમાં ધાણાની આવક 12 હજાર બોરી નોંધાઇ છે.
ઊંઝા ગંજબજારમાં માર્ચ એન્ડિંગ માં ધાણાની 10 થી 12 હજાર બોરીની આવક થઇ રહી છે. ઈગલ ધાણાના ભાવ રૂ.1200થી 1250 સુધીના જોવા મળી રહ્યા છે. સ્કૂટર ક્વોલિટી ધાણાનો ભાવ રૂ.1300 થી 1400, જ્યારે એક્સ્ટ્રા ધાણીના ભાવ રૂ. 1800 થી 2000 સુધીના પડ્યા હતા. ધાણાની વધતી આવકોને લઈ ગંજબજારમાં ધાણાના ઢગલા ખડકાયા છે.
આ વર્ષે ધાણાનું વાવેતર વધુ
ગત વર્ષની તુલનાએ આ વર્ષે ધાણાનું વાવેતર વધુ થતાં ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. અહીં સૌરાષ્ટ્રના જસદણ અને ગોંડલ પંથકમાંથી ધાણાની આવક થઇ રહી છે.
ઊંઝા ગંજબજારના ધાણાના વેપારી પિયુષભાઈ પટેલે જણાવ્યું કે, આ વખતે ગત વર્ષ કરતાં ધાણાનું વાવેતર વધું હોવાથી ભાવમાં ઘટાડો નોંધાયો છે.
આ વર્ષે પણ માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગના હિસાબોને લઈ કામકાજ સારું આગામી તા.27 માર્ચ સોમવારથી તા.2 એપ્રિલ રવિવાર સુધી બંધ રહેશે. ત્યાર બાદ આગામી તા.3 એપ્રિલને સોમવારથી માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. જેની હરાજી સહિતનું કામકાજ બંધ રહેશે તેમ એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલ અને સેક્રેટરી દિનેશભાઈ પટેલે જણાવ્યું છે.