Home /News /mehsana /Mehsana: પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજીયાત, 27 ઓગસ્ટે યોજાશે મહાસંમેલન

Mehsana: પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજીયાત, 27 ઓગસ્ટે યોજાશે મહાસંમેલન

આગામી 27 ઓગસ્ટના રોજ આ સંમેલન યોજાશે.

માત્ર આટલેથી જ ન અટકી માતા પિતાની સંમત્તિ સિવાય લગ્ન કરવા માગતી યુવતીની ઉંમર 25 રાખવા જેવી માંગો પર પણ સંમેલનમાં ચર્ચા કરાશે. આગામી 27 ઓગસ્ટના રોજ આ સંમેલન યોજાશે.

ઉત્તર ગુજરાતમાં પ્રેમલગ્ન મુદ્દે સમાજો લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. 27 ઓગસ્ટે કડવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાશે. મહેસાણામાં પ્રેમલગ્ન મુદ્દે હવે સમાજ મેદાને પડ્યા છે. દીકરીઓનાં વધતા જતા પ્રેમલગ્ન અને છૂટાછેડાને લઈ ચોર્યાસી કડવા પાટીદાર સમાજે નિયમ ઘડ્યો છે. જેમાં 200 જેટલા અન્ય સમાજોએ પણ તેમને આ નિર્ણયમાં સમર્થન જાહેર કરતા સરકારને કાયદો ઘડવા રજૂઆત કરશે.

કડવા પાટીદાર સમાજનું મહાસંમેલનમાં સમાજે જે નિયમ ઘડ્યા છે તેમાં 18 વર્ષની દીકરી પ્રેમ લગ્ન કરે તો મા બાપની સહી ફરજીયાત લેવી, 25 વર્ષની યુવતી માં-બાપની સંમતિ વગર લગ્ન કરે તો સંપત્તિમાં હક નહીં મળે જેવા નિર્ણયો મુદ્દે મહાસંમેલન બોલાવાશે.



માત્ર આટલેથી જ ન અટકી માતા પિતાની સંમત્તિ સિવાય લગ્ન કરવા માગતી યુવતીની ઉંમર 25 રાખવા જેવી માંગો પર પણ સંમેલનમાં ચર્ચા કરાશે. આગામી 27 ઓગસ્ટના રોજ આ સંમેલન યોજાશે. જેમાં તમામ સમાજ પાસેથી મંગાવવામાં આવેલા ઠરાવની પણ ચર્ચા કરાશે. મૂળમાં જ એટલે કે કાયદામાં સુધારો કરવા માટે સરકારને આ અંગે રજૂઆત કરાશે.

આ પણ વાંચો- બનાસકાંઠામાં બાળ તસ્કરીની ચોંકાવનારી ઘટના, માતા-પિતાએ જ દીકરીનો કર્યો સોદો

તમને જણાવી દઇએ કે, લવ જેહાદ સહિતની વધતી પ્રવૃતિ અંગે પાટીદાર સમાજનું કડક વલણ સામે આવ્યું છે. 84 કડવા પાટીદાર સમાજે દીકરીઓની લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજીયાત કરવાનો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. અગાઉ મળેલી બેઠકમાં ઘર છોડીને ભાગી જતી દીકરીઓ માટે સરકારમાં કાયદો બનાવવા તેમજ તેને નકારવામાં આવે તો આવી દીકરીઓનો માતા- પિતાની મિલકતમાંથી આપોઆપ હિસ્સો નીકળી જાય તેવો કાયદો બનાવવા રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

ઉલ્લેખનિય છે કે, અગાઉ મળેલી બેઠકમાં સમાજના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું હતુ કે, દરેક સમાજમાં દીકરીઓ ભાગીને લગ્ન કરવાની ઘટનાઓ બને છે. જે ચિંતાજનક છે. આ મુદ્દે આગામી સમયમાં અન્ય સમાજોને પણ સાથે રાખી સંમેલન બોલાવીશું અને સરકારમાં ભાગીને લગ્ન કરતી દીકરીની લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવી અને તેને નકારવામાં આવે તો આવી દીકરીનો હિસ્સો માતા-પિતાની મિલકતમાંથી આપોઆપ નીકળી જાય તેવો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
First published:

Tags: Marrage, Patidar power, ગુજરાત, મહેસાણા