Home /News /mehsana /મહેસાણાઃ સ્કૂલ બસ ભડકે બળી, 30 બાળકોનો આબાદ બચાવ, મદદ માટે દોડી આવ્યા હતા ખેડૂતો

મહેસાણાઃ સ્કૂલ બસ ભડકે બળી, 30 બાળકોનો આબાદ બચાવ, મદદ માટે દોડી આવ્યા હતા ખેડૂતો

મહેસાણામાં સ્કૂલ બસમાં લાગી આગ, બાળકોનો આબાદ બચાવ

Mehsana School Bus Fire: મહેસાણામાં સ્કૂલની બસમાં આગ લાગવાની ઘટના બની છે. જોકે, આ બનાવમાં બસમાં સવાર 30 બાળકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. ખેડૂતો અને ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Mahesana (Mehsana), India
મહેસાણાઃ મહેસાણામાં સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના બની છે. ગોઝારિયા-માણસા વચ્ચે આવતા પારસામાં બસમાં આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનામાં 30 બાળકોનો આબાદ બચાવ થયો છે. ન્યુ એરા એકેડમી સ્કૂલની બસમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિકો અને ફાયર બ્રિગેડની મદદથી બસ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

પારસામાં લાગેલી આગની ઘટના જોઈને સૌ કોઈ ચિંતિત થયા હતા, પરંતુ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બાળકોને સ્કૂલમાંથી સુરક્ષિત રીતે બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. માણસાની ન્યૂ એરા સ્કૂલની બસમાં એન્જિનમાં શોર્ટ સર્કિટ બાદ આગની ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ બસ બાળકોને પારસા ગામથી ગોઝારીયા ઉતારવા માટે જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.

30 બાળકોનો આબાદ બચાવ, આગ પર કાબૂ મેળવાયો


આગની ઘટના જોઈને સૌથી પહેલા અહીં નજીકમાં ખેતરમાં કામ કરતા મજૂરો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા સહિતની મદદ શરુ કરી હતી. મહેસાણાના ફાયર બ્રિગેડ અને ખેડૂતોની મદદથી બસમાં લાગેલી આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે.


મહેસાણામાં સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ કોઈ જાનહાનીની ઘટના બને તે પહેલા જ બાળકોને બસમાંથી બહાર ઉતારી લેવામાં આવ્યા હતા. બસ ભડકે બળી રહી હોવાનું જોઈને ખેડૂતો પણ મદદ કરવા માટે દોડી આવ્યા હતા.


બસ કેટલી જૂની છે અને તેની ફિટનેસ સહિતની વિગતો RTOમાં આપવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી શકે છે. સ્કૂલની અન્ય બસોની પણ આ ઘટના બાદ તપાસ કરવા સહિતના મહત્વના પગલા આગામી સમયમાં ભરવામાં આવી શકે છે.
First published:

Tags: Gujarati news, Mehsana news, School bus

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો