Home /News /mehsana /મહેસાણા : હત્યાનો ભેદ ઉકેલાયો, 9 કિન્નરોએ ભેગા થઈને અન્ય કિન્નર ભાવિકાની કરી હત્યા

મહેસાણા : હત્યાનો ભેદ ઉકેલાયો, 9 કિન્નરોએ ભેગા થઈને અન્ય કિન્નર ભાવિકાની કરી હત્યા

કિન્નર હત્યા

વડોદરા જીલ્લાના જરોદ ગામ ખાતે રહેતા કિન્નર સમુદાયમાં ગુરુમાતા વૈભાલી માસી સાથે કિન્નર ભાવિકાને ઝગડો થયો હતો

કેતન પટેલ, મહેસાણા : કડી નજીક ૧૫ દિવસ અગાઉ કડીના રંગપુરડા નજીક નર્મદા કેનાલમાંથી સ્ત્રી વેશમાં મળેલી અજાણી લાશની હત્યાનો ભેદ હવે ઉકેલાયો છે. સ્ત્રી વેશમાં મળેલી લાશ દહેગામ તાલુકાના નાંદોલ ગામના ભાવેશ ઉર્ફે ભાવિકા નામના કિન્નરની હોવાનો ભેદ ઉકેલાયો છે અને કિન્નર બની કિન્નર મંડળમાં ફરતા ભાવિકા નામના કિન્નરની હત્યા ભિક્ષાવૃત્તિની તકરારમાં જ તેમના સાથી કિન્નરોએ કરી હોવાનો ભેદ ઉકેલાયો છે.

વડોદરા જીલ્લાના જરોદ ગામ ખાતે રહેતા કિન્નર સમુદાયમાં ગુરુમાતા વૈભાલી માસી સાથે કિન્નર ભાવિકાને ઝગડો થયો હતો. આથી કિન્નર ભાવેશ ઉર્ફે ભાવિકાએ ગુરુ માતાનો સાથ છોડી કિન્નરોના અન્ય અખાડામાં જતા રહ્યા હતા. ગુરુમાતાનો અખાડો છોડ્યા બાદ ભિક્ષાવૃત્તિ કરવામાં કિન્નરોના બંને જૂથ વચ્ચે ભિક્ષાવૃત્તિ મામલે તકરાર થતી હતી. આથી કિન્નર ભાવિકાના ગુરુમાતા એવા વૈભાલી માસીએ તરકટ રચી સાથી કિન્નરોને બોલાવી તેના માથાના વાળ અને આઈબ્રોના વાળ કાપી કિન્નર ભાવિકાને ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો - અમાનવીય ઘટના : બે સગીરોને બર્બરતાથી માર માર્યો, પછી મોંઢા પર લગાવ્યું છાણ, બનાવ્યો Video

આ ઘટના બાદ કિન્નર ભાવિકા મોતને ભેટતા મોતને ઘાટ ઉતારનાર કુલ ૯ જેટલા કિન્નરોએ વડોદરાથી ૭૧ કિલોમીટર દુર ભાવિકાની લાશ નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. જે આખરે કેનાલમાં તરતી-તરતી કડી તાલુકાના રંગપુરડા ગામ નજીક નર્મદા કેનાલમાં આવી હતી. જોકે સ્ત્રી વેશમાં મળેલી અજાણી લાશ મામલે પોલીસને હત્યાનીની શંકા હતી.

આ પણ વાંચો - હવસખોરી : અમદાવાદમાં રિક્ષાની રાહ જોવી સગીરાને ભારે પડી, પાલક પિતા સહિત 5 લોકોએ ગુજાર્યો ગેંગરેપ

પોલીસ દ્વારા કરાવવામાં આવેલા પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અને સાયન્ટીફીક પુરાવા આધારે કિન્નર ભાવિકની હત્યા થઇ હોવાનો ભેદ ઉકેલ્યો છે. કડી પોલીસે કિન્નરની હત્યાનો ભેદ ઉકેલવાની સાથે ૭ જેટલા કિન્નરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો