Mehsana love story: મારા પ્રેમીના માતાએ અમારા સંબંધો મંજૂર ન રાખ્યા. તેની માતાએ મને અનેક વખત સમજાવી પરંતુ મારો પ્રેમી મને ખાતરી આપતો હતો કે તે તેનો સાથ નહીં છોડો. મને વિશ્વાસ હતો. પરંતુ હવે તે મારીસાથે કોઈપણ જાતના સંબંધ રાખવા માંગતો નથી.
મહેસાણાઃ અત્યારે યુવક અને યુવતીઓ (Boy and girl) જાણ્યા સમજ્યા વગર પ્રેમમાં (love) પડી જતા હોય છે. અને પછી પાછળથી પસ્તાવવાનો વારો આવતો હોય એવા ઘાટ સર્જાતા હોય છે. અને ક્યારેક પ્રેમના કરુણ અંજામ પણ આવતા હોય છે. પ્રેમમાં નાસિપાસ થયેલા યુવક-યુવતીઓ આત્મહત્યા જેવું ગંભર પગલું પણ ભરતા હોય છે. ત્યારે મહેસાણામાં (Mehsana news) જિલ્લામાં એક યુવતીને યુવક સાથે પ્રેમ કર્યા બાદ પસ્તાવાનો વારો આપ્યો હતો. દોઢ વર્ષના પ્રેમ સંબંધ દરમિયાન (love relationship) યુવતીને તેના પ્રેમી દ્વારા ત્રાસ અને હેરાન કરવામાં આવતા યુવતીએ મહેસાણા 181 અભયમની ટીમનું (Mehsana 181 Abhayam team) શરણું લીધું હતું.
પીડિતાએ મહેસાણા 181 અભયમની ટીમને જાણ ખરતાં કાઉન્સિલર રશિલા કુંભાણી અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જ્યાં પીડિતાએ મહેસાણા 181 અભયમની ટીમના કાઉન્સિલર રશિલા કુંભાણીને જણાવ્યું હતું કે મારા અને મારા પ્રેમીને છેલ્લા દોઢ વર્ષથી સંબંધ છે અને મારા તથા તેના મમ્મી આ વાતથી વાકેફ છે. અને મારો પ્રેમી મારા ઘરે પણ આવે છે.
અમારી વચ્ચે બધુ બરોબર ચાલતું હતું પરંતુ મારા પ્રેમીના માતાએ અમારા સંબંધો મંજૂર ન રાખ્યા. તેની માતાએ મને અનેક વખત સમજાવી પરંતુ મારો પ્રેમી મને ખાતરી આપતો હતો કે તે તેનો સાથ નહીં છોડો.
પીડિતાએ વધુમાં જણાવ્યું કે આથી મને વિશ્વાસ હતો. પરંતુ અત્યારે મારા પ્રેમી દ્વારા કહેવામાં આવે છે કે હું તારી સાથે કોઈપણ જાતના સંબંધ રાખવા માંગતો નથી. કેમ કે મારી માતા આ સંબંધથી વિરુદ્ધ છે.
પીડિતાની વાત સાંભળીને કાઉન્સીલર રશિલા કુંભાણીએ યુવતીને સમજાવવામાં આવી હતી. કે આ રીતે તેના પ્રેમીની મરજી વિરુદ્ધ સંબંધ રાખવા એ યોગ્ય નથી. અને બંને જણાએ એક-બીજા સાથે શાંતિ પૂર્વક સંબંધોનો અંત લાવવો જોઈએ. અને પોતાની જિંદગી જીવવી જોઈએ.
" isDesktop="true" id="1111413" >
આ ઉપરાંત કાઉન્સલે તેના પ્રેમીને પણ સમજાવ્યા કે તેણે પણ આજપછી એક બીજા સાથે સંબંધ ન રાખવો જોઈએ. પોતાની જિંદગી અલગ રીતે જીવવી જોઈએ. આમ લાંબી સમજાવટ બાદ સમસ્યાનું નિવાકરણ આવ્યું હતું. પીડિતાને સમજાવીને પોતાના ઘરે મોકલી હતી.