Home /News /mehsana /મહેસાણા : ધમધમતા માર્ગ પર ખાડા, કાદવ-કીચડથી શહેરીજનો ત્રાહિમામ - જુઓ VIDEO

મહેસાણા : ધમધમતા માર્ગ પર ખાડા, કાદવ-કીચડથી શહેરીજનો ત્રાહિમામ - જુઓ VIDEO

X
ગટર

ગટર લાઈન માટે ખોદાયેલા ખાડા ન પૂરાતાં જોવા મળી વધુ તકલીફ, અકસ્માત નો ભય

શહેરમાં મોઢેરા ચાર રસ્તાથી રાધનપુર ચાર રસ્તા સુધીના માર્ગ ખાડા પડી ગયા છે, આ ખાડાની મરામત નહીં કરાતા પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી

મહેસાણા : શહેરમાં મોઢેરા ચાર રસ્તાથી રાધનપુર ચાર રસ્તા સુધીના માર્ગ ખાડા પડી ગયા છે, આ ખાડાની મરામત નહીં કરાતા પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સાથે સાથે બે દિવસથી વરસેલા વરસાદને કારણે અહીં કાદવકીચડ થવાથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. નોંધનીય છે કે અહીં અંદર બ્રીજની કામગીરી ચાલી રહી છે જેને કારણે સર્વિસ રોડ પરથી વાહનોને પસાર થવું પડી રહ્યું છે.

મહેસાણા શહેરમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને એના કારણે મહેસાણા શહેરમાં મોઢેરા ચોકડીના સર્વિસ રોડ પર ખાડા અને કાદવ- કીચડ થઈ ગયો છે, જેનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કાદવ કીચડ અને ખાડા ની મુશ્કેલીની સાથે સાથે ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા ઊભી થાય છે. મોઢેરા ચોકડી પર અન્ડરબ્રિજ બનતા મેઈન હાઇવે બંધ કરવામાં આવ્યો છે અને સર્વિસ રોડ ચાલુ કરવામાં આવ્યો છે. અમદાવાદ પાલનપુર મેઈન હાઈવે બંધ થવાથી બંને બાજુ ના સર્વિસ રોડ પર વરસાદનું પાણી ભરાતા રોડ પર કાદવ કીચડ અને ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અને આવવા જવામાં તકલીફ ઊભી થાય છે.

મહેસાણા શહેરમાં મોઢેરા ચોકડી પર અમદાવાદ પાલનપુર હાઈવે પર અંડરબ્રિજની કામગીરી છેલ્લા ૮ મહિનાથી ચાલી રહી છે. સર્વિસ રોડની બંને બાજુએ ગટર લાઈન માટે કુંડીઓ બનાવવાં માટે મોટા ખાડા ખોદવામાં આવ્યાં છે. ગટર લાઈન માટે ખોદાયેલા ખાડા ન પૂરાતાં વધુ તકલીફ જોવા મળી રહી છે. જે સમયસર ન પુરાતાં અકસ્માત નો પણ ભય રહે છે. વાહનચાલકો ના વાહનો ફસાઈ જતા વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. અને એવાં માં ટ્રાફિક ની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઇ રહી છે. મોઢેરા ચોકડી પર અન્ડરબ્રિજ બની રહી રહ્યો છે એના માટે શહેરીજનો ખુશ છે કે  ધીરે ધીરે મહેસાણા શહેર નો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ બીજી બાજું જોવા જતાં કાદવ કીચડ અને ખાડા ના કારણે લોકો ને આવવા જવા માં મુશ્કેલી પડી રહી છે.
First published:

Tags: Mehsana news, મહેસાણા