મહેસાણાઃ મહેસાણામાં (mehsana news) રાધનપુર ચોકડી થી મોઢેરા ચોકડી જતાં હાઈવે પર મગનલાલ ભાખરી શાક વાળની હોટલ (maganlal bhakhari shak hotel) પ્રખ્યાત છે. મહેસાણા શહેરમાં સૌપ્રથમ ભાખરી શાકની થાળી એમણે શરૂ કરી હતી. અત્યારે આ હોટલ એમની ત્રીજી પેઢી સંભાળી રહી છે.
વર્ષ 1967 માં સૌપ્રથમ હોટલ શરૂ કરી હતી. નાના કેબિનમાંથી શરૂ કરેલી હોટલ ભાખરી શાકના કારણે ઘણી લોકપ્રિય બનતાં ગ્રાહકો વધતા ગયા. અને અન્ય હોટલોની માફક મગનલાલ ભાખરી શાકવાળાની હોટલ પણ મહેસાણા માં લોકપ્રિય બની ગઈ.
એમનું કહેવું છે કે મહેસાણામાં એમના નામની કેટલીય બીજી શાખાઓ ખોલવામાં આવી છે પરંતુ મગનલાલ ભાખરી શાક વાળાની બીજી કોઈ શાખા નથી. એમની હોટલનું નામ ગાયત્રી રેસ્ટોરન્ટ છે જેમાં મગનલાલ ઉમેદરામ પ્રજાપતિનો ફોટો છે એ મૂળ શાખા છે. હાલ હાઈવે પરથી પસાર થતા લોકો પણ ત્યાં હોટલ ની અચૂક મુલાકાત લે છે. હાલમાં ભાખરી સાથે 8 શાક અને દાળ-ભાત પણ મળે છે.
જ્યારે સાંજે કઢી-ખીચડી ઉમેરતા લોકો સાત્વિક ભોજન માટે મગનલાલ ભાખરી શાકની હોટલમાં આવે છે. મગનલાલ ભાખરી શાક ની હોટલ માં લોકો ને બિલકુલ ઘર જેવું ભોજન મળે છે તેથી ત્યાં ભીડ પણ એટલી જ જોવા મળે છે પરંતુ જમવા માટે ત્યાં રાહ જોવી પડતી નથી.
કાઠિયાવાડથી આવતાં લોકો પણ ત્યાં જમવા નો લ્હાવો લે છે અને કહે છે કે એમને મહેસાણામાં મગનલાલ ભાખરી શાકનું જમવાનું એમના ઘર જેવું જ લાગે છે. એમના ઘર જેવું જમવાનું મળી રહે છે હોટલ માં ચોખ્ખાઈ અને ત્યાંના લોકો નો પ્રતિસાદ પણ સારો મળે છે.
હોટલમાં સારી વાત એ છે કે જમવાનું બનાવવાવાળા અને પીરસવા વાળા એ લોકો પોતે જ છે. અન્ય શહેરો ની પ્રખ્યાત ખાણી-પીણીની વસ્તુઓની માફક મગનલાલ ભાખરી-શાક એ મહેસાણાની આગવી ઓળખ ઉભી કરી છે. દૂર થી આવતા લોકો ત્યાં ઊભા રહે છે અને કહે છે કે અહીંયાં થી નીકળીએ તો મગનલાલ ની ભાખરી શાક અને દહીં ની કઢી ખાધા વગર તો જવાનું ભુલાય જ નહીં.