Home /News /mehsana /મહેસાણા: ભારે વરસાદને લીધે અંડરપાસમાં પાણી ભરાતા કાર ગરકાવ, જુઓ વીડિયો

મહેસાણા: ભારે વરસાદને લીધે અંડરપાસમાં પાણી ભરાતા કાર ગરકાવ, જુઓ વીડિયો

ભારે વરસાદને લીધે અંડરપાસમાં પાણી ભરાતા કાર ગરકાવ

મહેસાણા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને લીધે ઊંઝામાં આવેલા અંડરપાસમાં પાણી ભરાયા છે.

મહેસાણા: આજે સવારથી જ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ (heavy rain) પડી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારો પાણી હોવાવની તસવીરો સામે આવી રહી છે. આ દરમિયાન ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. આવામાં મહેસાણા (mehsana) અને ઊંઝામાં પણ પડી રહેલા ભારે વરસાદે સામાન્ય લોકોની મુશ્કેલી વધારી છે. અહીં સતત વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ દરમિયાન ઊંઝામાં આવેલા અંડર પાસમાં પણ પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. અહીં અંડર પાસમાં પાણી ભરાતા એક ગાડી પાણીમાં ગરકાવ થઇ છે.

મેહસાણા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને લીધે ઊંઝામાં આવેલા અંડરપાસમાં પાણી ભરાયા છે. આ પાણીમાં એક કાર તણાઇ છે. જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. કારમાં કોઇ વ્યક્તિ સવાર ન હોવાની વાત સામે આવી રહી છે. સાથે જ અંડરપાસમાં પાણી ભરાતા લોકો વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ પણ વાંચો: સુરત: ભારે વરસાદને લીધે ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા, એક-એક માળ સુધી પાણી ભરાયા

મહેસાણાના વિસનગરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે રસ્તાઓ પર ભરાયા પાણી છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વિસનગરમાં સવારે 6થી 12 વચ્ચે 16 એમએમ વરસાદ પડ્યો હતો. માત્ર 16 એમએમ વરસાદ વચ્ચે કાંસા રોડ ઉપર પાણી ભરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ (Meteorological department) તરફથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
First published:

Tags: Gujarat rain, Gujarat rain forecast, Heavy rain, Mehsana news