મહેસાણા: ઉત્તરાયણ ટાળે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના ઊંઝા શહેરમાં એક ચેતવણીરૂપ ઘટના બની છે. અહીં પતંગ લૂંટતો કિશોર કુવામાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. બાળકો પતંગ લૂંટવાની લ્હાયમાં દોડ મૂકતાં હોય છે, ત્યારે ઘણી વખત મોટી દુર્ઘટના પણ સર્જાતી હોય છે. આવામાં વાલીઓએ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવાની અને સાવચેત રહેવાની જરૂર છે.
પતંગ લૂંટવા જતા કિશોર કુવામાં પડ્યો
આ ઘટના મહેસાણા ઊંઝા શહેરમાં રીંગ રોડની છે, જ્યાં કિશોર પતંગ લૂંટતા કુવામાં ખાબક્યો છે. રામનગર રેસિડેન્સી નજીક કિશોર કુવામાં ખાબક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પતંગ લૂંટવા જતા કિશોર કુવામાં પડ્યો છે. ઘાસ વચ્ચે કુવો ન દેખાતા કિશોર સીધો કુવામાં પડ્યો છે. આ ઘટનાની જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કિશોરને શોધવાની કવાયત હાથ ધરી છે. નોંધનીય છે કે, પતંગ લૂંટવાની લ્હાયમાં ઘણી વખત મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે.
નોંધનીય છે કે, સુરતમાં પણ એક એવી જ ઘટના સામે આવી છે. પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર સામે અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરત શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં 5માં માળેથી પટકાતા બાળકનું મોત નિપજ્યું છે. એક ધાબા પરથી બીજા ધાબા પર જતાં બાળક નીચે પટકાયો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આધેડનું ગળનું કપાયું
અમીરગઢમાં પતંગની દોરીથી વ્યક્તિ ઘવાયો હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢના ધનપુરાની સીમમાં પતંગની દોરી વાગતા આધેડનું ગળું કપાયું છે. અમરાભાઇ નામનો વ્યક્તિ ધનપુરાની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પતંગની દોરી વાગી હતી. આધેડ પતંગ દોરીને કારણે ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા છે. તેમને 108 દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.