Home /News /mehsana /મહેસાણા: ચાઈનીઝ દોરીથી વિદેશી પેરાગ્લાઈડરનું મોત, દોરી વાગતાં જમીન પર પટકાયા

મહેસાણા: ચાઈનીઝ દોરીથી વિદેશી પેરાગ્લાઈડરનું મોત, દોરી વાગતાં જમીન પર પટકાયા

ચાઈનીઝ દોરી વાગ્યા બાદ પેરાશૂટ બેકાબૂ બન્યોચાઈનીઝ દોરી વાગ્યા બાદ પેરાશૂટ બેકાબૂ બન્યો

Mehsana Foreign paraglider killed: મહેસાણામાં ચાઈનીઝ દોરીથી વિદેશી પેરાગ્લાઈડરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પેરાગ્લાઈન્ડિંગ દરમિયાન દોરી વાગતા બેકાબૂ પેરાશૂટ નીચે પટકાતાં પેરાગ્લાઇડરનું મોત નિપજ્યું હતું.

મહેસાણા: મહેસાણામાં ચાઈનીઝ દોરીથી વિદેશી પેરાગ્લાઈડરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પેરાગ્લાઈન્ડિંગ દરમિયાન દોરી વાગતા બેકાબૂ પેરાશૂટ નીચે પટકાતાં પેરાગ્લાઇડરનું મોત નિપજ્યું હતું. આ ઘટના કડીના ધરમપુરમાં બની હતી. સામાન્ય રીતે ચાઇનીઝ દોરીથી માર્ગ અકસ્માત સર્જાતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ હવામાં ઉડી રહેલા એટલે કે પેરાગ્લાઇન્ડિંગ કરી રહેલા વિદેશીનું ચાઇનીઝ દોરીના લીધે મોત નિપજ્યું છે.

ચાઇનીઝ દોરીના ઘસરકાથી પેરાશૂટ બેકાબૂ બન્યું

મહેસાણામાં ચાઈનીઝ દોરીથી પેરાગ્લાઈડરના મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. કડીના ધરમપુરમાં વિદેશી પેરાગ્લાઈડરનું મોત થયું છે. આ વિદેશી પેરાગ્લાઇન્ડિંગ કરી રહ્યો હતો ત્યારે હવામાં જ દોરી વાગી હતી. .જેના લીધે પેરાશૂટ બેકાબૂ બન્યો હતો. એટલું જ નહીં, પેરાશૂટ ખૂબ જ ઝડપથી જમીન તરફ આવતાં વિદેશી નાગરિક જમીન પર પટકાયો હતો.


આ પણ વાંચો: સોસાયટીમાં દારૂ મહેફીલ પર મહિલાઓનો હલ્લાબોલ, નબીરાઓને ઘરમાં જ પુરી દીધા

ક્યાં અને કેમ આવ્યા હતા વિદેશી નાગરિક?

આ વિદેશી નાગરિક સ્કૂલના કાર્યક્રમમાં આમંત્રિત હતા. મૂળ કોરિયન નાગરિક આમંત્રણથી ગામમાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પેરાશૂટ ઉડાવતો પાયલટ નીચે પટકાયો હતો. હવામાંથી નીચે પટકાતાં 50 વર્ષીય કોરિયાના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ વિદેશી નાગરિક મૂળ વિસતપુરા ગામના અને હાલમાં વડોદરા ખાતે બિઝનેસ કરતાં બિઝનેસમેનના ગેસ્ટ હતા. મૂળ કોરિયન નાગરિક વડોદરાના બિઝનેસમેનના આમંત્રણ ઉપર આવ્યા હતા. ચાઇનીઝ દોરીનો ઘસરકો પેરાશૂટ અને ચાલકને વાગતા આ ઘટના બની હતી.
First published:

Tags: Gujarat News, Mehsana news