ઘાયલ પશુ પક્ષી માટે મહેસાણાની શિવગંગા સંસ્થા દ્વારા ઉત્તમ કામગીરી.
મહેસાણામાં છેલ્લા 12 વર્ષથી શિવગંગા એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. આ સંસ્થા ઘાયલ પક્ષી અને પશુ માટે કામ કરે છે. તેમજ સંસ્થા નિયમીત પક્ષીને 20 કિલો ચણ આપે છે અને ગાય અને શ્વાન માટે રોજ 70 કિલો શીરો બનાવે છે.
Rinku Thakor, Mehsana: મહેસાણા પાંચોટ સ્થિત આવેલી શિવગંગા એનીમલ હેલ્પલાઇન દ્વારા અબોલા ઘાયલ પ્રાણી અને પક્ષીઓને સારવાર અપાય છે અને રહેવા માટે આશરો અપાય છે.
વર્ષ 2011માં બળવંતભાઈ આચાર્ય અને શિવગંગા એનીમલ હેલ્પલાઇન ની શરૂઆત કરી હતી. આજે મહેસાણામાં બાર વર્ષ પૂરા થઈ ગયા છે. બાર વર્ષથી મહેસાણામાં કાર્યરત છે. જે અબોલ પીડીત પશુઓ અને પક્ષીઓ માટે કામ કરે છે. અહીં લગભગ 12 જેટલા કર્મચારીઓ કામ કરે છે.
જેમાં ત્રણ જેટલા વેટરનરી ડોક્ટર છે, જે 24 કલાક પશુ અને પક્ષીઓની સેવા માટે હાજર રહે છે. અહીં હાલ 150 જેટલા કબબૂતર, 150 જેટલી ગાય અને સાથે સાથે મોર, બગલા,નીલગાય અને ગધેડા સારવાર લે છે .
ગાય માટે રોજ 70 કિલો શીરો બનાવવામાં આવે છે
અહીં રોજનું લગભગ 20 કિલો ચણ અને બીજા પક્ષીઓ માટે સેવ અને ગાંઠિયા અપાય છે અને પશુઓને 70 થી 80 કિલો ખાણ રોજનું અપાય છે. તદુપરાંત રાત્રિ માટે રોટલા પણ બનાવવામાં આવે છે અને સવારે શ્વાન અને ગાય માટે 70 થી 80 કિલો જેટલો શીરો રોજ બનાવવામાં આવે છે.
ઉત્તરાયણમાં સંસ્થા દ્વારા ખાસ કામગીરી કરવામાં આવે છે
ઉત્તરાયણના દિવસે મહેસાણા શહેરમાં 21 જેટલા સેન્ટર બનાવવામાં આવે હતાં. જેમાં લોકો પાસેથી પશુ અને પક્ષીઓ માટે દાન એકત્રિત કરવામાં આવે છે.આ રકમ પશુઓ માટે વપરાય છે અને ઉત્તરાયણએ અહીં લગભગ 81 જેટલા કબૂતર અને બીજા પક્ષીની સારવાર કરવામાં આવી હતી. જે પતંગના દોરાથી ઘાયલ થયા હતા.