Home /News /mehsana /વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીમાંથી રૂ. 9 કરોડ વસૂલવાનો કારસો રચ્યોઃ અશોક ચૌધરી

વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીમાંથી રૂ. 9 કરોડ વસૂલવાનો કારસો રચ્યોઃ અશોક ચૌધરી

દૂધસાગર ડેરીની ફાઇલ તસવીર

ડેરીના કર્માચરીઓને વધારાના બે પગાર આપી આ રકમ પરત લઇ વિપુલ ચૌધરીને આપવાનો કારસો રચવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણાની દૂધસાગર ડેરી ફરી ચર્ચામાં આવી છે. દૂધસાગર ડેરીમાં વધુ એક ગોટાળો સામે આવ્યો છે. ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજીસ્ટારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં તેમણે વિપુલ ચૌધરીને સાગર દાણ કૌભાંડમાં ભરવાના 9 કરોડ ડેરીમાંથી વસૂલવાનો કારસો ચરવાનો આક્ષેપ કર્યો છે. રૂ.9 કરોડ વિપુલ ચૌધરીએ પોતાના વ્યક્તિગત ખાતામાંતી ભરવાના હોવાની રજૂઆત કરાઇ છે.

મળતી માહિતી પ્રમાણે થોડા મહિનાઓ પહેલા દૂધસાગર ડેરીમાં સાગર દાણ કૌભાંણ સામે આવ્યું હતું. અને જેમાં વિપુલ ચૌધરીને 9 કરોડ રૂપિયા ભરવાના હતા. જોકે, દૂધસાગર ડેરીના અત્યારના ડિરેક્ટર અશોક ચૌધરીએ મહેસાણા જિલ્લા રજીસ્ટારને લેખિતમાં રજૂઆત કરાઇ છે. જેમાં વિપુલ ચૌધરી ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે સાગર દાણ કૌભાંડમાં ભરવાના રૂ.9 કરોડ ડેરીમાંથી વસૂલવાનો કારસો રચ્યો છે. નવ કરોડ રૂપિયા વિપુલ ચૌધરીએ પોતાના ખાતામાંથી ભરવાના છે.

આ પણ વાંચોઃ-શામળાજીમાં જન્માષ્ટમીની ચાલી રહી છે તડામાર તૈયારીઓ

અરજીમાં જણાવ્યા પ્રમાણે ડેરી દ્વારા ડેરીના કર્માચરીઓને વધારાના બે પગાર આપી આ રકમ પરત લઇ વિપુલ ચૌધરીને આપવાનો કારસો રચવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, ડેરીએ તેના કર્મચારીઓને બે વધારાના પગાર આપાનો ઠરાવ કર્યો હતો.

સુત્રોનું માનવું છે કે ડેરી અત્યારે ખોટમાં ચાલી રહી છે ત્યારે કર્મચારીઓને વધારાના બે પગાર આપવાનો નિર્ણય પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે. ભૂતકાળમાં ડેરીએ આ રીતે ક્યારેય વધારાના પગાર આપ્યા નથી.
First published:

Tags: Dudhsagar Dairy, મહેસાણા