Home /News /mehsana /મહેસાણા કોંગ્રેસ નેતાનો ખુલાસો, મોટી કેટરિંગ બ્રાન્ડને આપ્યો હતો ઓર્ડર, દૂધીનો હલવો ખાઇને થયું ફૂડ પોઇઝનિંગ

મહેસાણા કોંગ્રેસ નેતાનો ખુલાસો, મોટી કેટરિંગ બ્રાન્ડને આપ્યો હતો ઓર્ડર, દૂધીનો હલવો ખાઇને થયું ફૂડ પોઇઝનિંગ

ફાઇલ ફોટો

Mahesana Food Poisonings Case: મહેસાણામાં 1225 લોકોને ફૂડ પોઇઝનિંગ મામલો: મોટાભાગનાં લોકોને દૂધીનો હલવો ખાઇને તકલીફ થઇ છે. અમે દેશની સૌથી મોટી કેટરિંગ બ્રાન્ડને ઓર્ડર આપ્યો હતો. હાલમાં મોટાભાગનાં લોકો સારવાર લઇને સ્વસ્થ થઇ ગયા છે. અમે તમામ લોકોને સારવાર આપાવવામાં મદદ કરી છે. સારવારનો ખર્ચ પણ અમારા પરિવારે ઉપાડ્યો છે.

વધુ જુઓ ...
    કેતન પટેલ, મહેસાણા:  મહેસાણા જિલ્લાનાં વિસનગર તાલુકાનાં સવાલા ગામમાં  લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ કોંગ્રેસ નેતા વજીર ખાન પઠાણે સ્પષ્ટતા આપી છે તેમણે કહ્યું છે કે, મોટાભાગનાં લોકોને દૂધીનો હલવો ખાઇને તકલીફ થઇ છે. અમે દેશની સૌથી મોટી કેટરિંગ બ્રાન્ડને ઓર્ડર આપ્યો હતો. હાલમાં મોટાભાગનાં લોકો સારવાર લઇને સ્વસ્થ થઇ ગયા છે. અમે તમામ લોકોને સારવાર આપાવવામાં મદદ કરી છે. સારવારનો ખર્ચ પણ અમારા પરિવારે ઉપાડ્યો છે. ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલે તેમાં અમને ખુબજ મદદ કરી છે. વિસનગરનાં તમામ આગેવાનોએ હાજર રહી એકતાનું ઉદહારણ પુરુ પાડ્યું છે. કેટિરંગ કોન્ટ્રાક્ટર દ્વારા અમાદવાદનાં હસમુખભાઇ પાસેથી માવો ખરીદવામાં આવ્યો હતો. દિલ્હી દરબારને કેટરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

    મહેસાણા જિલ્લાના વિસગનર તાલુકાનાં સવાલા ગામમાં ગઇ કાલે કોંગ્રેસ નેતા વજીર ખાન પઠાણનાં દીકરા શાહરૂખ ખાન પઠાણનાં લગ્ન હતાં. લગ્નપ્રસંગના જમણવારમાં 1225 થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થયું હતુ.  એક માહિતી પ્રમાણે અત્યાર સુધી એવું હતું કે, ફૂડ પોઇઝનિંગ નોનવેજ ખાવાથી થયું છે જેનાં પર વજીર ખાને સ્પષ્ટતા આપી છે.

    આ પણ વાંચો-1225 લોકોને ફૂડ પોઇઝનિંગ: મહેસાણા કોંગ્રેસ નેતા વઝીર ખાનનાં દીકરાનાં લગ્નમાં જમવું ગામને ભારે પડ્યું, બાળકો-વૃદ્ધો તમામને ફૂડ પોઇઝનિંગ

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચા ના પ્રમુખ વઝીરખાન પઠાણ ના ત્યાં પ્રસંગ હતો જમણ વાર બાદ આ ફૂડ પોઇઝનીંગની અસર થઈ હતી જેને લઈ દર્દીઓને જિલ્લાની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્યમંત્ર ઋષિકેશ પટેલને આ સમાચાર મળતા તેઓ તરત જ ગાંધીનગર થી મોડી રાત્રે 3:30 વાગ્યે વિસરનગર દોડી આવ્યા હતા.

    મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી. ઋષિકેશ પટેલે આરોગ્યતંત્રને દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત તાલુકાની વિવિધ હોસ્પિટલ અને નજીકના તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સધન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી હતી.

    આરોગ્ય તંત્રથી મળતી વિગતો અનુસાર , વિસનગર ની નૂતન હોસ્પિટલમાં 410, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50 આમ કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.

    આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર મેળવીને સ્વગૃહે પરત થયા છે.દર્દીઓને સધન સારવાર મળી રહેતા કોઇ પણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયુ નથી. આગામી સમયમાં ફુડ પોઇઝનીંગના વધુ કેસ નોંધાય ત્યારે તમામ દર્દીઓને ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવવા વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ હાથ ધરી છે.
    " isDesktop="true" id="1185869" >

    આરોગ્ય મંત્રીની સાથે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,આરોગ્યના અધિકારીઓ સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Congress Leader, Food-poisoning, Wazir Khan Pathan, Wedding, અમદાવાદ સિવિલ હોસ્પિટલ

    विज्ञापन