Home /News /mehsana /મહેસાણા: વાહનચાલકના ગળામાં લપેટાઇ ચાઇનીઝ દોરી, 40 ટાંકા આવ્યા

મહેસાણા: વાહનચાલકના ગળામાં લપેટાઇ ચાઇનીઝ દોરી, 40 ટાંકા આવ્યા

ટુ વ્હીલર પર પસાર થઇ રહેલો યુવક પતંગની ચાઇનીઝ દોરીનો શિકાર બન્યો

Mehsana Chinese cord wrapped accident: ઊંઝામાં એક્ટીવા પર જઈ રહેલા યુવકના ગળામાં ચાઈનીઝ દોરી લપેટાઇ, ગળાના ભાગે ગંભીર ઇજા

  • News18 Gujarati
  • Last Updated :
  • Mahesana (Mehsana), India
મહેસાણા: ઉત્તરાયણ નજીક આવતાં જ પતંગની દોરીથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ઊંઝામાં એક્ટીવા પર જઈ રહેલા એક વાહનચાલકને ગળામાં ચાઈનીઝ દોરી આવી જતાં તેના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. યુવકને ગળાના ભાગે 40 જેટલા ટાંકા આવ્યા છે. જોકે, સમયસર સારવાર મળી જતાં યુવકનો જીવ બચી ગયો છે. હજુ ઉત્તરાયણને એક મહિનાની વાર છે તે પહેલા ચાઈનીઝ દોરી વેચવાનો વેપલો તેજ બન્યો છે અને અકસ્માતોની ઘટના સામે આવી રહી છે.

અચાનક જ ચાઇનીઝ દોરી ગળામાં લપેટાઇ

ઉત્તરાયણ નજીક આવતાં જ પતંગ રસિયાઓ જાહેરમાં પતંગબાજી કરવા નિકળી પડતાં હોય છે, જેનો ભોગ રાહદારીઓ બની રહ્યા છે. ઊંઝામાં આવી જ એક ઘટના સામે આવી છે. ટુ વ્હીલર પર પસાર થઇ રહેલો યુવક પતંગની ચાઇનીઝ દોરીનો શિકાર બન્યો હતો. અચાનક જ ગળાના ભાગે દોરી લપેટાઇ જતાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને ગળના ભાગે 40 જેટલા ટાંકા આવ્યા હતા. જોકે, સમયસર સારવાર મળી જતાં યુવાનનો જીવ બચી ગયો છે.


આ પણ વાંચો: ઉત્તરાયણ પહેલા જ કરૂણાતિંકા, આઠ વર્ષનો બાળક પતંગ ચગાવતા પટકાયો, થયું મોત

સુરતમાં વકીલનું ગળું કપાયું

ઉત્તરાયણ નજીક આવતાં જ પતંગની દોરીથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં પતંગની દોરીના કારણે એક વાહનચાલકને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા એડવોકેટને પતંગની દોરીના લીધે અકસ્મતા નડ્યો છે. પતંગની દોરી તેમના ગળમાં આવી જતાં અકસ્માત સર્જાયો છે. જેમાં દોરીથી તેમનું ગળું કપાઇ જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગાડી ચલાવતી વખતે સાવચેતી રાખો

ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાની તથા પતંગ પકડવાની મજામાં ઘણીવાર અકસ્માત તથા ઈજાઓ સર્જાતી હોય છે. જેમાં ઘણી ઈજાઓ કે અકસ્માત જીવલેણ બની જાય છે અને તહેવારની મજામાં ભંગ પડી જાય છે. આવી અગમ્ય ઘટનાઓને આપણે થોડી સાવચેતી લેવાથી ટાળી શકીએ છીએ. ઉત્તરાયણમાં રોડ ઉપર ટુ વહીલર પર જતાં પતંગની દોરી વચ્ચે આવતા ગળા ઉપર, મોં ઉપર, આંખ ઉપર, કાન ઉપર તથા બીજા અંગો ઉપર મોટી ઈજાઓ થવાની સંભાવના રહેતી હોય છે. આવી કોઈ ઈજા થતા માણસ ટુ વહીલર પરથી પડી જાય અને બીજી ઈજાઓ થાય અથવા કોઈ બીજા સાથે એક્સિડન્ટ થવાની સંભાવના રહેલી હોય છે.
First published:

Tags: Gujarat News, Mehsana news, Uttrayan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો