મહેસાણા# મહેસાણા અને પાટણ જિલ્લામાં 13 જેટલા ચેન સ્નેચિંગના ગુના આચરનાર ટોળકીને મહેસાણા એલસીબીએ ઝડપી લીધી છે.
આ ટોળકી પાસેથી કુલ રૂપિયા 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં પોલીસને સફળતા મળી છે. ઝડપાયેલી ટોળકીમાં બે શખ્સ મહેસાણાના રહેવાસી છે, જ્યારે એક શખ્સ બનાસકાંઠાના થરાદનો રહેવાસી છે.
આ ત્રણેય શખ્સોએ ભેગા મળી મહેસાણા, ચાણસ્મા અને પાટણમાં 13 જેટલા ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.