મહિમ પટેલે માત્ર 9 વર્ષની ઉંમરમાં જ મ્યુનિસિપલ કક્ષાની યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી માતા પિતા સહિત શહેરનું નામ રોશન કર્યું છે. મહિમ યુટ્યુબ પરથી યોગ કરવાનું શીખતો હતો બાદમાં યોગ ગુરુની મદદથી માત્ર 6 મહિનામાં જ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
Rinku Thakor, Mehsana: મહેસાણા જીલ્લાનાં વિસનગરનાં દેણપ ગામનો મહિમ પટેલ હાલ 9 વર્ષનો છે એ ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે તાજેતર મા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ અમદાવાદ ખાતે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલની સ્પર્ધામાં અમદાવાદ જિલ્લાનું પ્રતિનિધીત્વ કરતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું .આ સ્પર્ધામાં પાંચ જિલ્લાનાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં તેને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
મહિમ રોજનાં સાત કલાક યોગની પ્રેક્ટિસ કરે છે
મહિમ પટેલ હાલ 9 વર્ષનો છે. મહિમ ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. પિતાનો કારોબાર અમદાવાદમાં હોવાથી હાલ તે અમદાવાદમાં જ રહે છે અને અભ્યાસની સાથે સાથે યોગની પ્રેક્ટિસ પણ કરે છે.
માતા પિતાની મદદથી યોગ કરવાનું શરુ કર્યું
9 વર્ષનાં મહિમ 1 વર્ષની ઉમરથી જ માતા પિતાની મદદથી યોગ કરવાનું શરૂ કર્યું હતું.
માતા-પિતાએ નેશનલ ખેલાડી તેમજ કોચની સલાહથી મહિમને ઘરેજ યોગની તાલિમ આપવાની શરૂઆત કરી હતી. 6 મહિના સતત 7 કલાક પ્રેક્ટિસ કરી રાજ્ય કક્ષાએ યોગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
મહિમના પિતા સાથે વાત કરતા તેમણે કહ્યું કે એ પોતાનાં બાળક ને યોગ માં આંતરરાષ્ટ્રીય કક્ષા એ કઈક કરે અને પોતાના ગામ તેમજ દેશ નું નામ રોશન કરે એવી ઈચ્છા છે .