Home /News /mehsana /મહેસાણામાં ધો.10નો વિદ્યાર્થી ગુમ, સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ ઘરે ન ગયો!

મહેસાણામાં ધો.10નો વિદ્યાર્થી ગુમ, સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ ઘરે ન ગયો!

મહેસાણામાં ધો.10નો વિદ્યાર્થી ગુમ

Mehsana News: મહેસાણામાં ધો.10નો વિદ્યાર્થી ગુમ થયો. શાળાએથી સાયકલ લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન ફર્યો. સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ ઘરે ન ગયો

  • News18 Gujarati
  • Last Updated :
  • Mahesana (Mehsana), India
    મહેસાણા: શહેરમાં રહેતો ધોરણ 10નો વિદ્યાર્થી ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. શાળાએથી સાયકલ લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન ફર્યો હતો. સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ ઘરે ગયો નહોતો. આ વિદ્યાર્થી મહેસાણાની એક્ઝોટીકા શાળામાંથી પરીક્ષા આપી નીકળ્યો હતો. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

    સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ ઘરે ન ગયો વિદ્યાર્થી

    ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. શાળાએથી સાયકલ લઈને નીકળ્યા બાદ પરત વિદ્યાર્થી પરત ફર્યો નહોતો. વિદ્યાર્થી મહેસાણામાં એક્ઝોટીકા સ્કૂલમાંથી પરીક્ષા આપી નીકળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિદ્યાર્થી સ્કૂલમાંથી પરીક્ષા આપી ઘર તરફ આવ્યો હતો. વિદ્યાર્થી સાયકલ લઈને પોતાના ઘરની સોસાયટી સુધી પહોંચ્યો હતો. પરંતુ તે ઘરે પહોંચ્યો નહોતો અને ક્યાંક નીકળી ગયો હતો. મિત્ર સાથે સાયકલ લઈને સોસાયટી સુધી પહોંચી બહાર નીકળી ગયો હોવાની માહિતી મળી રહી છે.


    આ પણ વાંચો: યુએસએ, કેનેડા, રશિયાના ડોક્ટર્સ જટિલ સર્જરીનો અભ્યાસ કરવા સિવિલ આવ્યા

    મળતી માહિતી અનુસાર, યશ યોગી નામનો વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરે છે. યશ યોગીની જાણ થાય તો નજીકના પોલીસ મથકે અથવા 82 383 52 866 નંબર પણ જાણ કરવા જણાવાયું છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

    અમદાવાદમાં ગુમ થયેલો વિધાર્થી મળી આવ્યો

    અમદાવાદમાં ગુમ થયેલ વિદ્યાર્થી મળી આવ્યો છે. ઠક્કરબાપા નગરની શાળાનો વિદ્યાર્થી ગુમ થયો હતો. વિદ્યાર્થી રાત્રીના સમયે કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે. વિદ્યાર્થી સલામત મળી આવતા પરિવારે રાહતના શ્વાસ અનુભવ્યો છે. નોંધનીય છે કે ગઈકાલે ઠક્કરબાપા નગરની શાળામાંથી એક વિદ્યાર્થી ગુમ થયો હતો, આ સમગ્ર મુદ્દે વાલીઓએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો અને આ સમગ્ર મામલે CCTV પણ સામે આવ્યા હતા, જો કે હવે તે વિદ્યાર્થી હેમખેમ મળી આવતા પરિવારજનો અને શાળાના સંચાલકોમાં પણ હાશકારો થયો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Mahesana

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन