Home /News /mehsana /મહેસાણામાં મોટી દુર્ઘટના ટળી, ગુડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટાથી ઉતરી જતાં તંત્ર દોડતું થયું

મહેસાણામાં મોટી દુર્ઘટના ટળી, ગુડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટાથી ઉતરી જતાં તંત્ર દોડતું થયું

મહેસાણામાં મોટી દુર્ઘટના ટળી

Mehsana railway station: ગુજરાતમાં અત્યારે દુર્ઘટનાનીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણામાં ગુડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા ગયાની ઘટના બની છે. દેત્રોજથી લોડ થયેલ ગુડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

  Mehsana railway station: ગુજરાતમાં અત્યારે દુર્ઘટનાનીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણામાં ગુડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા ગયાની ઘટના બની છે. દેત્રોજથી લોડ થયેલ ગુડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે કોઈ મોટી દૂર્ઘટના ટળી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો. જો કોઈ મોટી દુર્ઘટના થતા રહી જતા અત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

  અગમ્ય કારણોસર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા


  મળતી વિગતો પ્રમાણે ગુડ્સ ટ્રેન દેત્રોજથી દિલ્હી તરફ જઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, મહેસાણા પહોંચતા અગમ્ય કારણોસર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા. ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા બાદ બાજુમાં આવેલ વીજ લાઇનના થાંભલાના ટેકે ડબ્બા ઉભા રહ્યા હતા અને દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જો વીજ લાઇન સાથે અડક્યા હોત તો શોર્ટ સર્કિટ થાત અને એક મોટી દુર્ઘટના ઘટી શકતી હતી. ગુજરાતમાં હમણા જ એક મોટી દુર્ઘટના તો બની ગઈ છે. પરંતુ અત્યારે દુર્ઘટના ટળી જતા તંત્રએ રાહતનો શ્વાર લીધો છે.

  આ પણ વાચો: લ્યો બોલો.. હવે ચોરો મહિલાના કપડા પહેરી ચોરી કરવા લાગ્યા

  અકસ્માતને લઇ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો


  ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતને લઇ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મળતી વિગતો પ્રમાણે અકસ્માતને લઇ સવારે 9.20થી સંપૂર્ણ રેલ વ્યવહાર બંધ થયો હોવાની માહિતી મળી રહી છે. કારણ કે, જ્યા સુધી રેલ પટરી પરથી ડબ્બા હટાવમાં ન આવે ત્યા સુધી આગળનો રેલ વ્યવહાર ચાલી શકે તેમ નથી. તંત્ર દ્વારા પણ આ ઘટના પગલે કોઈ વિગતો આપવામાં આવી નથી કે, આ ઘટનામાં કોઈ જાન હાની કે મોટું નુકશાન થયુ છે કે નહી.


  અકસ્માત મામલે રેલવેના અધિકારીઓ મૌન


  આ ઘટના પગલે રેલવેના અધિકારીઓ મૌન રહ્યા છે અને અકસ્માત મામલે કઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા હતા. પરંતુ ગુડસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરવાના કારણે અત્યારે રેલવેના અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. રેલવે અધિકારીઓએ ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરવાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની ઓફિસિલ વિગતો આપવામાં આવી નથી.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Indian railways, Mahesana, Railway track

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन