Home /News /mehsana /Gujarat Rain video: વરસાદમાં મોઢેરાના સૂર્ય મંદિરના આ દ્રશ્યો મન મોહી લેશે, જુઓ વીડિયો

Gujarat Rain video: વરસાદમાં મોઢેરાના સૂર્ય મંદિરના આ દ્રશ્યો મન મોહી લેશે, જુઓ વીડિયો

મોઢેરા સૂર્ય મંદિર

Viral Rain Video: સૂર્ય મંદિર આગળ આવેલા કુંડમાં વરસાદી પાણીના ઝરણાં વહેતા થયા છે. સૂર્ય મંદિર પર વરસાદની સાથે આહલાદક દૃશ્યો સર્જાયા હતા.

મહેસાણા : શહેરમાં (Mahesana rain) ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહેસાણા પાસેના મોઢેરા સૂર્ય મંદિરમાં (rain in Modhera Sun Temple) પણ નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. વરસતા વરસાદમાં સૂર્ય મંદિરનો (Sun Temple) નજારો જોવા જેવો છે. સૂર્ય મંદિર આગળ આવેલા કુંડમાં વરસાદી પાણીના ઝરણાં વહેતા થયા છે. સૂર્ય મંદિર પર વરસાદની સાથે આહલાદક દૃશ્યો સર્જાયા હતા. ગુજરાતના માહિતી ખાતાએ આ અંગોનો વીડિયો શેર કર્યો છે. તે તમને પણ જોવો ગમશે.

મોઢેરા સૂર્ય મંદિર પાટણથી 30 કિમી, મહેસાણાથી 25 કિમી અને અમદાવાદથી 106 કિમીના અંતરે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે. આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ 1026-27માં (વિક્રમ સંવત 10783) કર્યું હતું. તે 23.6° અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે. આ સ્થાન પહેલાં સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.

નોંધનીય છે કે, ભારે વરસાદની આગાહી વચ્ચે મહેસાણામાં ગત મોડી રાત્રે સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. જોકે, માત્ર થોડા વરસાદના કારણે મહેસાણા શહેરની હાલત કફોડી થઈ ગઈ છે. રાજકમલ પેટ્રોલ પંપથી લઈને માલ ગોડાઉન સુધી ઘુંટણસમા પાણી ભરાયા છે. પેટ્રોલ પંપથી માલ ગોડાઉનની વચ્ચે 30 જેટલી સોસાયટીઓ આવેલી છે જ્યાંના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે.



First published:

Tags: Gujarat monsoon 2022, Gujarat rain, Monsoon 2022, Viral videos, ગુજરાત, મહેસાણા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો