Home /News /mehsana /પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહ્યું છે મહેસાણા
પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહ્યું છે મહેસાણા
પાટીદાર મતદારો અને પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર તરીકેની મહેસાણાની ભૂમિકા પાટીદારોના આંદોલનના કારણે મહેસાણા અને તેની આસપાસના વિસ્તારમાં ૨૦૧૨ બાદ સ્થિતિ બદલાઈ
પાટીદાર મતદારો અને પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર તરીકેની મહેસાણાની ભૂમિકા પાટીદારોના આંદોલનના કારણે મહેસાણા અને તેની આસપાસના વિસ્તારમાં ૨૦૧૨ બાદ સ્થિતિ બદલાઈ
અમદાવાદ : વર્ષ -2012માં મહેસાણાની ૭ બેઠકોમાંથી ૫ બેઠકો પર જીતનો ભગવો લહેરાવવામાં ભાજપ સફળ રહેનારા ભાજપ માટે હવે મહેસાણાની બાજી જીતવી માટે અઘરી હશે. જેનું મુખ્ય કારણ છે પાટીદાર મતદારો અને પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર તરીકેની મહેસાણાની ભૂમિકા। પાટીદારોના આંદોલનના કારણે મહેસાણા અને તેની આસપાસના વિસ્તારમાં ૨૦૧૨ બાદ સ્થિતિ બદલાઈ છે.હાર્દિકની સાથે દારૂ સામે મેદાને પડેલા અલ્પેશ ઠાકોરનું ફેક્ટર પણ બાજી બગાડી શકે છે..
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ મહેસાણાથી મેદાને છે. છેલ્લા કેટલાય સમયથી મહેસાણામાં ભાજપનું શાસન છે..પણ આ વખતે કસોટી થાય તો નવાઈ નહીં. ૨૦૧૨માં મહેસાણાની ૭ બેઠકોમાંથી ૫ બેઠકો પર ભાજપની જીત મેળવી હતી. મહેસાણાની બાજી જીતવી ભાજપ માટે આ વખતે અઘરી બની શકે તેમ છે. પાટીદારોના આંદોલનના કારણે મહેસાણાનું ચિત્ર બદલાયું છે. જિલ્લામાં ભાજપના એકચક્રી શાસન ને કારણે કોંગ્રેસ દ્વારા 4 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસ દ્વારા મહેસાણા, વિસનગર, ઊંઝા અને વિજાપુર બેઠક પરથી ભાજપના પટેલ ઉમેદવારની સામે પટેલ ઉમેદવાર જ ઉભા કરવામાં આવ્યા છે.
વિસનગર બેઠક ઉપર 23 વર્ષથી ભાજપનો કબ્જો છે. ભાજપાએ ઋષિકેશ પટેલ ને રિપીટ કર્યા છે તો કોંગ્રેસ દ્વારા હાર્દિક સમર્થક મહેશ પટેલ ને ઉભા કરવામાં આવ્યા છે.
ઊંઝા બેઠક પરથી પીઢ નારાયણ લલ્લુ પટેલની સામે કોંગ્રેસ દ્વારા ડૉ.આશા પટેલ ને ટિકિટ આપવામાં આવી છે. નારાયણ પટેલ છઠ્ઠીવાર રિપીટ કરાયા છે. ગત વર્ષે, આશાબેને સારી ટક્કર આપી હતી. વળી આ બેઠક પાર ઠાકોર મતદાતા પણ નિર્ણાયક બનશે।
વિજાપુર બેઠક પરથી ભાજપે માર્કેટ યાર્ડના ચેરમેન રમણલાલ પટેલને ઉભા કર્યા છે, જયારે કોંગ્રેસ દ્વારા પાટીદાર ચહેરા તરીકે નાથાભાઈ પટેલને ઉતાર્યા છે.
ખેરાલુ બેઠક ઉપર પાછલી ત્રણ ટર્મ થી ચૂંટાઈ રહેલા ભરતસિંહ ડાભી ને ફરી એકવખત ભાજપે તક આપી છે તો કોંગ્રેસ દ્વારા રામજી ઠાકોર ને ટિકિટ આપવામાં આવી છે. મુકેશ દેસાઈ એ અપક્ષ તરીકે ઝંપલાવ્યું હોઈ, થોડીક ખેંચતાણ રહેશે.
બહુચરાજી બેઠક મજેદાર બની રહેશે। આ બેઠક પરથી પૂર્વ ગૃહમંત્રી રાજની પટેલ ને ભાજપે ઉભા રાખ્યા છે. રાજની પટેલ સામે ભારે રોષ પ્રવર્તે છે. પાટીદાર અનામત આંદોલનનો અહીં વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ તરફથી નવા ઉમેદવાર ભરત ઠાકોર ઉભા રહ્યા છે.
કડીમાં કોંગ્રેસ દ્વારા સીટિંગ ધારાસભ્ય રમેશ ચાવડા રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપે સ્થાનિક ઉમેદવાર કરસન સોલંકી પર પસંદગી ઉતારી છે. અહીં પાટીદાર અને ઠાકોર મતદાતા નિર્ણાયક બનશે.