મહેસાણા: આજે રાજ્યભરમાં લોકો ઉત્સાહથી ઉત્તરાયણનો તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે મહેસાણામાંથી કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાનાં વિસનગરમાં ચાઇનીઝ દોરી ગળાનાં ભાગે વાગવાથી ચાર વર્ષની દીકરનું માતાની આંખ સામે જ મોત નીપજ્યું છે. જેના કારણે પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.
માતાની સામે જ બાળકીએ જીવ ખોયો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વિસનગરનાં કડી દરવાજા નજીકથી માતા ચાર વર્ષની બાળકીને લઇને જઇ રહી હતી. આ દરમિયાન બાળકીનાં ગળામાં ચાઇનીઝ દોરી અટવાઇ હતી. જે બાદ તે ઘાતક દોરી બાળકીનાં ગળામાં વાગી હતી. જે બાદ બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કરવામાં આવી હતી. જેના કારણે આખા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.
નડિયાદમાં એક યુવાનનો ગયો હતો જીવ
નડિયાદમાં પતંગની ઘાતક દોરીના કારણે એક યુવાનનો જીવ ગયો હતો. આણંદનો યુવાન મિત્રને મળવા નડિયાદ આવ્યો અને મિત્રનું મોટરસાઇકલ લઈને બજારમાંથી જઇ રહ્યો હતો. આ દરમિયાન શહેરમાં સરદારનગર વિસ્તારમાં ગળાના ભાગે દોરી ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. આ બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતુ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજી બાજુ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
" isDesktop="true" id="1320038" >
રખડતા ઢોરને કારણે મોત
ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને વધુ એક વ્યક્તિનું મોત થતાં તંત્રના ઢોર પકડવાના દાવાઓ સામે પ્રશ્નો ઉભા થયા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ પાસે રહેતા દેવેન્દ્રભાઈ મૂળજીભાઈ પરમાર, જેવો રેલવેમાં નિવૃત કર્મચારી હતા. જ્યારે તેઓ તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા, તે સમયે ગોકુળનગરમાં એક ઢોરે દેવેન્દ્રભાઈને અડફેટે લેતાં દેવેન્દ્રભાઈને માથાના ભાગે ઇજા થતાં તેમને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.