Home /News /mehsana /મહેસાણા: મહિલા બસમાંથી ઉતરતા નીચે પટકાઇ, ધ્રુજાવી દેશે આ સીસીટીવી ફૂટેજ

મહેસાણા: મહિલા બસમાંથી ઉતરતા નીચે પટકાઇ, ધ્રુજાવી દેશે આ સીસીટીવી ફૂટેજ

અકસ્માતના સીસીટીવી ફૂટેજ

Accident CCTV video: આ અંગે મળતી માહિતી પ્રમાણે, માતા અને દીકરી સિટી બસમાંથી ઉતરતા હતા. તે દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Mahesana (Mehsana), India
    મહેસાણા: રાજ્યમાં અનેક ગોઝારા અકસ્માતમાં લોકોનાં મોત નીપજતા હોય છે. ત્યારે મહેસાણાના એક અકસ્માતના સીસીટીવી ફૂટેજ તમને ધ્રુજાવી દેશે. મહેસાણા પાલવાસણા ચોકડી પાસે બસમાંથી નીચે ઉતરતા મહિલા પટકાઇ હતી. મહિલાના માથામાં ઇજા થતા તેમનું મોત નીપજ્યું છે. જે બાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સીટી બસ નંબર 8નાં ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, માતા અને દીકરી સિટી બસમાંથી ઉતરતા હતા. તે દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી. આ અકસ્માતનાં સીસીટીવી ફૂટેજનો વીડિયો કંપારી છોડાવી દે તેવો છે.


    કેબલ તૂટવાને કારણે યાત્રીઓ હેરાન


    ભરૂચ અંકલેશ્વર વચ્ચે ઓવરહેડ કેબલ તૂટવાની ઘટના સામે આવી હતી. ઓવરહેડ કેબલ તુટવાના કારણે રેલવેની મુખ્ય ડાઉન લાઇન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોવાઈ ગયો હતો. ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વની વાત કહી શકાય કે, હાલ દિવાળી અને તહેવારનો સમય ચાલી રહ્યો છે. ત્યારે મોટાભાગે લોકો તેમના પરિવારના સભ્યો સાથે ફરવા જવાનું પસંદ કરતા હોય છે અને એમાં પણ મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે સોમવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ભરૂચ અંકલેશ્વર રેલ્વે સેક્સન વચ્ચે 25000 વોટનો ઓવરહેડ કેબલ તૂટી ગયો હતો અને જેના કારણે મુખ્ય ડાઉન લાઇનનો ટ્રેન વ્યવહાર ખોવાઈ ગયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, ગુજરાત, મહેસાણા

    विज्ञापन
    विज्ञापन