Abu Road bootlegger: બુટલેગર આસુ અગ્રવાલ રાજસ્થાનથી ગુજરાતમાં રાજ્યમાં દારૂ પૂરો પાડતો હતો. આસુ અગ્રવાલ સામે એકલા મહેસાણા જિલ્લા (Mehsana district)માં જ 26 ગુના દાખલ છે.
મહેસાણા: કથિત લઠ્ઠાકાંડને પગલે આખા ગુજરાતની પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરવા લાગી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યભરની પોલીસ વિવિધ જગ્યાએ દારૂની ભઠ્ઠીઓ અને બુટલેગરોને ત્યાં દરોડાં કરી રહી છે. આ જ કડીમાં આખા ગુજરાતમાં વિદેશી દારૂ પૂરો પાડતા એક બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આબુરોડના બુટલેગર આસુ અગ્રવાલ (Asu Agrawal) ઝડપી લીધી છે. મહેસાણા પોલીસ (Mehsana Police) વડાએ કડક વલણ અપનાવી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આસુ અગ્રવાલ રાજસ્થાનથી આખા રાજ્યમાં દારૂ પૂરો પાડતો હતો. રિપોર્ટ પ્રમાણે આસુ અગ્રવાલ સામે એકલા મહેસાણા જિલ્લા (Mehsana district)માં જ 26 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસના હાથ ઝડપાય ન જવાય તે માટે આસુ અગ્રવાલ વોટ્સએપ કોલથી દારૂનો વેપાર કરતો હતો.
ઝેરી કેમિકલકાંડમાં ભાગી ગયેલા દર્દી ઝડપાયા
ગુજરાતમાં ઝેરી કેમિકલકાંડમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન ભાવનગર પોલીસે હૉસ્પિટલમાં સારવાર બાદ ભાગી ગયેલા 13 દર્દીમાંથી પાંચ દર્દીને શોધી કાઢ્યા છે. તમામ લોકોને શોધીને ફરીથી હોસ્પિટલ લાવ્યા છે. સારવાર દરમિયાન આ દર્દીઓ ગઈકાલે કોઈને કહ્યા વગર ફરાર થઈ ગયા હતા. પાંચેય દર્દીની તપાસ બાદ જો જરૂરી જણાશે તો તેમની ફરીથી સારવાર શરૂ કરવામાં આવશે.
ગુજરાતના અન્ય અપડેટ્સ:
જાહેરમાં દારૂ પાર્ટી કરનાર ચાર પૈકી એક યુવક ઝડપાયો
બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાનો એક વીડિયો વાયરલ (Rajkot liquor party video) થયો હતો. વીડિયોમાં ચાર યુવક દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા એક યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે નાના બાળકનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણીમાં દારૂની મહેફીલ (Liquor party in public) માણી હોવાનું ધરપકડ કરવામાં આવેલા યુવકે જણાવ્યું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
લેઉઆ પટેલ સમાજના આસ્થારૂપ ખોડલધામના નેજા હેઠળ મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ સહિત અનેક સમિતિઓ ચાલી રહી છે અને અનેક વિવિધ સેવાકીય કાર્યોની સુવાસ ફેલાઈ રહી છે. ત્યારે સરદાર પટેલ કલચરલ ફાઉન્ડેશન અને ખોડલધામના નેજા હેઠળ એક અદકેરું અને નવું જ પીછું પોતાની યશકલગીમાં ઉમેરવા માટે જઈ રહ્યા છે. રાજકીય કારકિર્દી ઘડવા માંગતા સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના યુવાનો માટે ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા રૂપે (KYPLI) એક નવીનતમ પહેલ શરૂ થઈ રહી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)