Home /News /mehsana /સેવાભાવી મહેસાણા: નિસ્વાર્થ ભાવે હિંદુ યુવા વાહિની, નિજાનંદ ગ્રુપ દ્વારા ઘાયલ, બીમાર પશુ પક્ષીઓની કરાય છે સેવા

સેવાભાવી મહેસાણા: નિસ્વાર્થ ભાવે હિંદુ યુવા વાહિની, નિજાનંદ ગ્રુપ દ્વારા ઘાયલ, બીમાર પશુ પક્ષીઓની કરાય છે સેવા

X
જીવદયા

જીવદયા પ્રેમી યુવાનો બતાવે છે પોતાની અનોખી માનવતા

Mehsana news: આ ગ્રુપ મહેસાણામાં (Mehsana) અબોલ પશુઓને રાખતી જે સંસ્થાઓ છે અને ગૌશાળાઓ (Gaushalas) છે એમનો સંપર્ક રાખે છે અને સેવા કરવાનો પૂરતો પ્રયાસ કરે છે.

મહેસાણાઃ મહેસાણા શહેરમાં (Mehsana news) હિંદુ યુવા વાહિનીનું (hindu yuva vahini gourp) એક એવું ગ્રુપ છે નિજાનંદ ગ્રુપ. જે બધાં મિત્રોએ ભેગા થઈને શરૂ કર્યું હતું. બધી જગ્યાઓએ NGO દ્વારા અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે માણસોને મદદ કરવામાં આવે છે પરંતુ આ નિજાનંદ ગ્રુપ છેલ્લાં 8 વર્ષથી પશુઓ અને પક્ષીઓની સેવા કરે છે.

અત્યાર સુધી મોટા ભાગનાં ગ્રુપ માણસોની મદદ કરતાં જોવા મળે છે પરંતુ આ ગ્રુપ પશુઓ અને પક્ષીઓની મદદ કરે છે. હિંદુ યુવા વાહિનીનાં ઉપ પ્રમુખ કૌશિકભાઈ મહાકાલ મહેસાણામાં રાજા મહાકાલ તરીકે ઓળખાય છે. એમનું સૂત્ર છે કે 'આંખમાં અમી તો દુનિયા ગમી' અને બીજું 'અબોલ સેવાએ અનમોલ સેવા'. નિજાનંદ ગ્રુપ કોઈ પણ સમયે કોઈનો પણ ફોન આવે તો આ ગ્રુપ દોડીને પોતાની આખી કીટ લઈને ત્યાં પહોંચી જાય છે અને ઘાયલ પશુ-પક્ષી ની સેવા કરે છે.

આ ગ્રુપ બીજી મહેસાણામાં અબોલ પશુઓને રાખતી જે સંસ્થાઓ છે અને ગૌશાળાઓ છે એમનો સંપર્ક રાખે છે અને સેવા કરવાનો પૂરતો પ્રયાસ કરે છે અને જો એમનાથી ન થાય એવું હોય તો નજીક ની સંસ્થાઓ નો સંપર્ક કરીને પશુઓ ને ત્યાં લઇ જાય છે.

શહેરનાં રસ્તા પર રખડતાં પશુઓનો અકસ્માત ન થાય તે માટે નિજાનંદ ગ્રુપ દ્વારા મહેસાણામાં રોડ ઉપર રાત્રે પશુઓ દેખાય તે માટે પશુઓના ગળે રેડીયમ બેલ્ટ બાંધવામાં આવે છે. જેથી રાત્રે પશુઓના ગળાની રેડિયમ બેલ્ટ દેખાય અને અકસ્માત થતો અટકી જાય. જ્યારે નગરપાલિકાનું તંત્ર કંઈ ન કરે ત્યારે આ જીવદયા પ્રેમી યુવાનો પોતાની અનોખી માનવતા બતાવે છે. મહેસાણા માં તેમની આ ટીમ અબોલ જીવો ની સેવા માટે હંમેશા તત્પર રહે છે.
First published:

Tags: Gujarati News News, Mehsana news