Home /News /mehsana /ઊંઝા : પેટીયું રળવા આવેલા ફેરિયાઓને મળ્યું મોત, ઉપેરામાં વીજળી માથે પડતા બે જીવનદીપ બૂઝાયા

ઊંઝા : પેટીયું રળવા આવેલા ફેરિયાઓને મળ્યું મોત, ઉપેરામાં વીજળી માથે પડતા બે જીવનદીપ બૂઝાયા

ઊંઝાના ઉપેરા ગામે વીજળી પડતા બેનાં મોત

lightning strike in Upera village of Unjha : ઊંઝાના ઉપેરામાં કુલેશ્વરી માતાજીની ઉજવણીમાં જ કરૂણાંતિકા, 'ન જાણ્યું જાનકી નાથે...'

કેતન પટેલ, મહેસાણા : ગુજરાતમાં એક કહેવત છે કે 'ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું' ખરેખર આ કહેવત ઊંઝાના ઉપેરામાં (lightning strike in Upera village of Unjha ) આજે થયેલી એક વીજળી પડવાની દુર્ઘટનામાં લાગુ પડે છે. ઉપેરા ગામમાં આજે શનિવારે કુલેશ્વરી માતાજીની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન અહીંયા ફેરી કરી અને પેટીયું રળવા આવેલા ફેરિયાઓ વરસાદી માહોલમાં ઝાડ નીચે ઉભા હતા. આ ફેરિયાઓએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યુ કે માના સાનિધ્યનમાં જ તેમનો જીવ જતો રહેશે. અચાનક ધડામ કરતી વીજળી પડી અને ત્રણ ફેરિયા ઘાયલ થઈ ગયા. આ પૈકીના બે ફેરિયાના (lightning strike Kuleshwari mataji temple Two died) કરૂણ મોત થયા

બનાવની વિગતો એવી છે કે આજે શનિવારે ઉપેરા ગામે રંગેચંગે કુલેશ્વરી માતાજીની ઉજવણી કરવામાં આવી રહી હતી. દરમિયાન આ ઉજવણીમાં આવતા ભક્તોને કેન્ડી વેચી અને પેટીયુ રળવા ફેરિયાઓ આવતા હોય છે. આવા જ ફેરયિદા સિદ્ધપુરના નોરતાથી આવ્યા હતા. આ ગરીબ ફેરિયાઓએ પેટીયું રળવા આવ્યા હતા પરંતુ તેમને અકસ્માતે મોત મળ્યું છે.



ઘટનામાં બે વ્યક્તિનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ઘાયલ થતા ઊંઝાની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક પૈકીની એક વ્યક્તિની ઉંમર 40 વર્ષ તો એકની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા અધિકારીઓ દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. મૃતકોના પરિવારના કલ્પાંતથી હૉસ્પિટલનું વાતાવરણ ગમગમીન બન્યું છે ત્યારે આજે ઉપેરા ગામે સારા પ્રસંગમાં માતમ છવાઈ ગયો

આ પણ વાંચો :  રાજકોટ : પૂરમાં તણાઈ હતી ઉદ્યોગપતિની કાર! કિશન બાદ શ્યામનો મૃતદેહ મળ્યો, મોતની રૂવાંડા ઉભા કરી નાખતી કહાણી

ચોમાસામાં ભૂલથી પણ ન કરવી આવી ભૂલ

lightning strike in Upera village of Unjha taluka Kuleshwari mataji temple Two died
મૃતકોના સ્વજનો હૉસ્પિટલ આવી પહોંચતા આંક્રંદના દૃશ્યો સામે આવ્યા હતા.


ચોમાસામાં જ્યારે વરસાદ પડતે ત્યારે લોકો ખુલ્લામાં કે ઝાડ નીચે આસરો લેવાની કોશિષ કરતા હોય છે પરંતુ ક્યારેક આવી ભૂલો ભારે પડી શકે છે. વરસાદી મોસમમાં જ્યાં સુધી તમને છતનો આશરો મળતો હોય ત્યાં સુધી ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં ઉભું રહેવું ન જોઈએ. વીજળી પડવાના અનેક બનાવોમાં આવી દુર્ઘટના અગાઉ સર્જાઈ ચુકી છે. વીજળીથી બચવા ચાલુ વરસાદે વાહન પણ હંકારવું ન જોઈએ.
First published:

Tags: Gujarati news, મહેસાણા, વીજળી પડતા મોત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો