Home /News /mehsana /મહેસાણા : નવરાત્રીના ગરબા માટે ખેલૈયાઓ ઉત્સાહિત, વેપારીઓએ કહ્યું,- આશા હતી એવી ઘરાગી નથી

મહેસાણા : નવરાત્રીના ગરબા માટે ખેલૈયાઓ ઉત્સાહિત, વેપારીઓએ કહ્યું,- આશા હતી એવી ઘરાગી નથી

X
આ

આ વર્ષે શેરી ગરબા ના કારણે આશા હતી એના કરતાં માલ ઓછો વેચાયો 

ગુજરાતની નવરાત્રી (Navratri 2021) આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કોરોના (Cororna)ની સ્થિતિને કારણે ગયા વર્ષે નવરાત્રી (Navratri 2020) કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી પણ આ વર્ષે કોરોનાના કેસ બહુ ઓછા હોવાથી સરકાર દ્વારા 400 લોકોની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત શેરી ગરબા (Garba) કરવાની છૂટ આપવામાં આવી છે. 

વધુ જુઓ ...
મહેસાણા:  ગુજરાતની નવરાત્રી (Navratri 2021) આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કોરોના (Cororna)ની સ્થિતિને કારણે ગયા વર્ષે નવરાત્રી (Navratri 2020) કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી પણ આ વર્ષે કોરોનાના કેસ બહુ ઓછા હોવાથી સરકાર દ્વારા 400 લોકોની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત શેરી ગરબા (Garba) કરવાની છૂટ આપવામાં આવી છે.  કોરોના ને લીધે આ વર્ષે પાર્ટી પ્લોટ અને ક્લબ બંધ છે પરંતુ ખેલૈયાઓ રાહ જોઇને બેઠા છે ખેલૈયાઓ નું કહેવું છે કે ભલે પાર્ટી પ્લોટ અને ક્લબ બંધ હોય પણ શેરી માં અમે ગરબા કરીશું.

શહેરના લોકો માં વર્ષ પછી ઘણો ઉત્સાહ જોવો મળી રહ્યો છે કે આ વર્ષે નવરાત્રી થશે. આટલા સમય પછી એક બાજું ગરબા કરવા માટે ખેલૈયાઓ ઘણાં ખુશ છે તો બીજી બાજું જોવા જતાં વેપારીઓ નું કહેવું છે કે દર વખત કરતાં આ વર્ષે નવરાત્રી નો માલ ખૂબ જ ઓછો વેચાયો છે પરંતુ ગયા વર્ષે કોરોના ના કારણે બિલકુલ નવરાત્રી ન થતાં ખૂબ જ મંદી હતી એનાં કરતાં તો સારું છે.

મહેસાણા નાં ખેલૈયાઓએ ગરબા ની તૈયારીઓ કરી દીધી છે બધાં ખેલૈયાઓ ને જોતાં એવું લાગે છે કે પહેલાં દિવસ થી જ મહેસાણા માં ધૂમ મચી જશે. કાલ થી નવરાત્રી શરૂ થઈ રહી છે, ખેલૈયાઓ ની તડામાર તૈયારીઓ છે તો મહેસાણા માં વેપારીઓ નો નવરાત્રી નો ધંધો ક્યાંક મંદ જોવા મળી રહ્યો છે, વેપારીઓ કહે છે કે દર વર્ષ કરતાં આ વર્ષે ખરીદી કરતાં લોકો બજાર માં ઓછાં જોવા મળે છે અને કોરોના ના લીધે સરકારે 400 લોકો ની મંજૂરી તો આપી છે,

આ પણ વાંચો: રાજકોટ છેડતી પ્રકરણ: 'હું ઇન્દ્રની અપ્સરા છું, મારો પતિ તારી સામે થૂંકે પણ નહીં'

ખેલૈયાઓ ઉત્સાહિત પણ છે પરંતુ વર્ષ પછી જે વિચાર્યું હતું એવું નથી, શેરી ગરબા ના કારણે દર વખત કરતાં આ વર્ષે માલ ખૂબ જ ઓછો વેચાયો છે. અમુક વેપારીઓ નું કહેવું છે કે સરકાર ની મંજૂરી પ્રમાણે શેરી ગરબા થવાનાં લીધે તેઓ કોરોના ના કારણે ચણિયાચોળીઓ અને કેડીયાઓ જેવો ગણતરીબંધ જ માલ લાવ્યા હતાં જેમાંથી ઘણો ખરો માલ વેચાઈ પણ ગયો છે.
First published:

Tags: Mehsana news, Navratri 2021, Navratri Festival