પરામાં લોકો ગરબો માથે ઉપાડીને ગરબે ઘૂમતા જોવા મળ્યા
Mehsana news: મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રીમાં (Navratri festival) પહેલા નોરતે શેરી ગરબાનો માહોલ પણ કંઈક અનોખો જ હતો. દર વખતે શહેરનાં સાર્વજનિક ગરબા મહોત્સવમાં (garba mahotsav) સમર્પણ ચોકમાં થતાં ગરબા શહેરીજનોમાં લોકપ્રિય છે.
મહેસાણાઃ મહેસાણા શહેરમાં (Mehsana news) માં અંબાના આરાધનાના પર્વ નવરાત્રીના (Navratri 2021) પ્રથમ નોરતે શેરી ગરબામાં રાસની રમઝટ જોવા મળી હતી. અંબાજી પરા વિસ્તારમાં શેરી ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રિમાં પહેલા નોરતે શેરી ગરબાનો માહોલ પણ કંઈક અનોખો જ હતો. દર વખતે શહેરનાં સાર્વજનિક ગરબા મહોત્સવમાં સમર્પણ ચોકમાં થતાં ગરબા શહેરીજનો માં લોકપ્રિય છે. પરંતુ કોરોના ના કારણે ગયા વર્ષે નવરાત્રીમાં ફક્ત મા ની આરતી જ કરવામાં આવી હતી અને આ વર્ષે સરકાર દ્વારા 400 લોકોની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત શેરી ગરબા કરવાની છૂટ આપવામાં આવી છે.
કોરોનની ગાઇડલાઈનનો અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારના નિયમ પ્રમાણે આ વર્ષે પણ સમર્પણ ચોક માં માતાજી ની સ્થાપના કરીને ફક્ત મા ની આરતી જ કરી. લાંબા સમય થી રાહ જોતા ખેલૈયાઓ બીજી બધી જગ્યાએ શેરી ગરબા કરીને નવરાત્રીના પહેલા દિવસનો આનંદ માણ્યો.
ચારે બાજુ ડીજે, સાઉન્ડનાં અવાજો અને મા ના ગરબા સાંભળીને ખેલૈયાઓ માં એક સ્ફૂર્તિ જોવા મળી હતી. મહેસાણા શહેરમાં વર્ષો થી લોકપ્રિય એવાં પરા માં પણ એક વર્ષ પછી આ વખતે લોકો ગરબા કરતાં અને મા નો ગરબો માથે ઊપાડીને ગરબે ઘૂમતા જોવા મળ્યા. પરા સિવાય બીજી ઘણી સોસાયટીઓ માં લોકો એ શેરી ગરબા કર્યા. માનવ આશ્રમ બાજું ગોકુલધામ રેસીડેન્સી, સોમેશ્વર યુનિહોમ્સ, તિરૂપતિ સોમેશ્વર, તિરૂપતિ હર્ષ, ધરતી ટાઉનશીપ જેવી અનેક સોસાયટીઓમાં ડીજે પર ખેલૈયાઓ ગરબે ઘૂમતા હતા.