કલોલ તાલુકાના કરોલી ગામની વતની અને CRPFમાં કલકતા નજીક સલબોની, પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા સેજલબેન રબારીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જે બાદ આખા સમાજમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. તેમના અંતિમ સંસ્કાર વતનમાં પુરા સન્માન સાથે કરાયા હતા. જ્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આખો સમાજ અને ગામ હિકબે ચઢ્યું હતું.
આજ રોજ કડી તાલુકાના બુડાસણ ગામમાં સેજલ બેનનો નશ્વર દેહને લાવવામાં આવ્યો હતો. બુડાસણ ગામમાં એટલે તેમના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સેજલબેનના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લાવ્યા એ દરમિયાન ગામ લોકોમાં શોક છવાયો હતો. દરેક લોકોની આંખોમાં પોતાની દીકરી ખોવાનો શોક હતો.
સેજલબેનના પાર્થિવ દેહને ગામ લોકોએ અંતિમ દર્શન કર્યા હતા. આ સમયે 'વંદે માતરમ'ના નારા સમગ્ર પંથકમાં ગુંજી ઉઠ્યા હતા. તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
નોંધનીય છે કે, ગત ઓક્ટોબરમાં જમ્મુ કાશ્મીરમાં દેશની સુરક્ષામાં રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયાં છે. આ સમાચાર સાંભળીને પરિવાર સહિત સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે લડતાં લડતાં રઘુભાઈને ગોળી વાગતાં શહીદ થયાં છે.
" isDesktop="true" id="1078595" >
આ જવાનનો નશ્વરદેહ તેમના વતનમાં લાવવામાં આવ્યા હતા ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝાલાવાડ પંથકના અનેક યુવકો દેશની સરહદે ફરજ બજાવે છે.