Home /News /mehsana /મહેસાણા : ગાયિકા કાજલ મહેરિયાને વરઘોડાનો વીડિયો Live કરવો ભારે પડ્યો, ટોળેને ટોળા જોવા મળતા પોલીસ ફરિયાદ

મહેસાણા : ગાયિકા કાજલ મહેરિયાને વરઘોડાનો વીડિયો Live કરવો ભારે પડ્યો, ટોળેને ટોળા જોવા મળતા પોલીસ ફરિયાદ

લગ્નના વાયરલ વીડિયોમાંથી કેપ્ચર કરેલી તસવીર

વિસનગરના વાલમ ગામે લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાનો મામલો, વિસનગર તાલુકા પોલીસ મથકમાં કાજલ મહેરિયા સહિત 14 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ

કેતન પટેલ, મહેસાણા : લગ્નમાં જાણીતા ગાયકો અને તેમના રેલાતા સૂરો પર નાચતા જાનૈયાઓ જોવા મળે તે ખૂબ સામાન્ય દૃશ્ય છે પરંતુ કોરોના કાળમાં યોજાતા લગ્નનોમાં કેટલાક નિયમો આડે આવી જતા પોલીસ માટે વરઘોડા માથાના દુ:ખાવા સાબિત થઈ રહ્યા છે. હજુ તો પૂર્વ રાજ્ય મંત્રી કાંતિ ગામિતના લગ્ન પ્રસંગે યોજાયેલા 'કોરોના ગરબા મહોત્સવ'ની ઘટનાના પડધા શમ્યા નથી ત્યાં તો રાજ્યમાં નવા લગ્ન પ્રસંગનો વિવાદ સામે આવી ગયો છે. હકિતતમાં તાજેતરમાં જ મહેસાણાના વિસનગરમાં (Visnagar) વાલમ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં લોક ગાયિકા કાજલ મહેરિયાના (Singer Kajal Maheriya) ગીતોના તાલે નાચતા જાનૈયાઓ માટે (Viral video of Kajal maheriya) આફત આવી છે. વરઘોડામાં 100થી વઘુ લોકોનું ટોળું એકઠું થતા પોલીસ ફરિયાદ થઈ છે.

કાજલ મહેરિયાના ઇન્સ્ટાગ્રામ (Kajal maheriya instagram) એકાઉન્ટ પર આ લગ્ન પ્રસંગનો વીડિયો (Video of marriage) મૂકવામાં આવ્યો હતો. વીડિયો કાજલે લાઇલ કર્યો અને ત્યારબાદ વિવાદ છંછેડાઈ ગયો હતો. એક બાજુ સરકાર અને પોલીસ બંને કોરોના અને ગાઇડલાઇનના મુદ્દે ફિક્સમાં મૂકાયેલા છે ત્યારે નિયમો સૌના માટે સમાન હોવાના કારણે પોલીસ ફરિયાદ થવી સ્વાભાવિક છે. જોકે, વીડિયો ખૂબ વાયરલ થતા પોલીસ દોડતી થઈ અને અંતે વિસનગરમાં નિયમોના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો : અમદાવાદ : શાહીબાગમાં વેપારીને વાળ કપાવવાનું 1.14 લાખમાં પડ્યું, ચેતવણીરૂપ કિસ્સો

કાજલ મહેરિયાના વરઘોડાના ગીતો પર નાચતા જાનૈયા અને માનૈયાનો આ વરઘોડો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે વિસનગર તાલુકા પોલીસ મથકમાં કાજલ મહેરિયા ઉપરાંત 14 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હકિતમાં આ પ્રસંગ વાલમ ગામના હરજીભાઈ રબારીના દીકરીના લગ્ન પ્રસંગનો હતો. જોકે, આ વીડિયોના કારણે પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરી છે.

" isDesktop="true" id="1054537" >

પોલીસે પોલીસે આ મામલે હરજી ભાઈ રબારી અને તેમના પરિવારના અન્ય વ્યક્તિઓ કાજલ મહેરિયા અને સાઉન્ડ વાળા સહિત કુલ 14 વ્યક્તિ તેમજ વીડિયોમાં અન્ય દેખાતા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. જોકે, લગ્નસરા સમાપ્ત થવાની અણીએ છે ત્યારે આ પ્રકારની ફરિયાદ દ્વારા હજુ કોઈ ભૂલ કરતું હોય તો ચેતે તેવો સંદેશો આપવાનો પ્રયાસ હોઈ શકે છે. પરંતુ હાલ તો લગ્ન પ્રસંગમાં ટ્રોલીમાં ઊભીમાં ભીડથી દૂર ગાઈ રહેલી કાજલ પર આફત આવી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : વરરાજાએ વરઘોડામાં બંદૂક કાઢી ફાયરિંગ કર્યુ, Video વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ

ટોળેને ટોળા, માસ્કનું નામો નિશાન નહોતું

જોકે, વાયરલ વીડિયોને જોતા માલુમ પડે છે કે આ વીડિયોમાં કાજલ મહેરિયા ગાઈ રહી છે ત્યારે તેની સાથે ટ્રોલીમાં જોવા મળતા એક પણ વ્યક્તિના મોઢે માસ્ક નથી. ઉપરાંત લગ્નના વરઘોડામાં પણ માસ્કની સમ ખાવા પૂરતી હાજરી જોવા મળી નહોતી. લગ્નપ્રસંગની મોજમાં લોકો મસ્ત હતા પરંતુ આખરે કાજલના ઇન્સ્ટાગ્રામ વીડિયોના કારણે મામલો ફેલાઈ ગયો હતો.
First published:

Tags: Gujarati news, વાયરલ વીડિયો