Home /News /mehsana /Viral video: કડીની શોભાયાત્રામાં દોડ્યો હાથી, જે પછી થયું તે જોવા જેવું છે

Viral video: કડીની શોભાયાત્રામાં દોડ્યો હાથી, જે પછી થયું તે જોવા જેવું છે

વાયરલ વીડિયોમાંથી લીધેેલી તસવીર

કડીના કનીરામ બાપુની સાથે મહંત રાજા ભુવા પણ બેઠેલા હતા. જે દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પર લગાવવામાં આવેલું છત્ર વીજ તારને અડી ગયુ હતુ.

કડીઃ મહેસાણાના કડીમાં વડવાળા મંદિરના મંહત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. કનીરામ બાપુને હાથી પર બેસાડવામાં આવ્યા હતા. બાદમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે હાથીની પર લગાવવામાં આવેલી છત્રી વીજતારને અડી ગઇ હતી. જે બાદ હાથી ગાંડોતૂર બન્યો હતો અને દોડવા લાગ્યો હતો. આ દરમિયાન હાથી પર બેઠેલા કનીરામ બાપુ સહિતના લોકો નીચે પડી ગયા હતા. જે બાદ અહીં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઇ રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

કડીના કાસવા વિડજ પાસે એક શોભાયાત્રાનું આયોજન થયુ હતું. વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા હાથી પર કાઢવામાં આવી હતી. હાથી પર અંબાડીમાં મહંતને બેસાડીને શોભાયાત્રા નીકળી હતી. કનીરામ બાપુની સાથે મહંત રાજા ભુવા પણ બેઠેલા હતા. જે દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પર લગાવવામાં આવેલું છત્ર વીજ તારને અડી ગયુ હતુ. જેથી કરંટ લાગતા હાથી ગાંડો થયો હતો અને બેકાબૂ બન્યો હતો. અચાનક હાથી દોડતા રસ્તા પરપ અફરાતફરી મચી ગઇ હતી. લોકો આમથી તેમ ભાગી રહ્યા હતા.

ગુજરાતનો અન્ય વાયરલ વીડિયો


અમદાવાદમાં રહેતા અને નિરમા યુનિવર્સિટીમાં Ph.D. કરતા આ નવયુવાને લોકોમાં દેશ પ્રત્યેની ભાવના અને દેશદાઝને જાગૃત કરવા એક દેશભક્તિનું ગીત બનાવ્યું છે. કિતના સુંદર ઝંડા, હિંદને બનાયા, જી કરે દેખતા રહૂ,... આ પ્રકારના દેશભક્તિ ગીતે કોલેજના વિદ્યાર્થીઓમાં ધૂમ મચાવી છે. શનિકુમારે લખેલું અને સુરીલા કંઠેથી ગવાયેલા આ ગીતને સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો છે. (આ અંગે વધુ અહીં વાંચો)
First published:

Tags: ગુજરાત, મહેસાણા