મહેસાણાનાં જોટાણા માર્કેટ યાર્ડ મરચા માટે જાણીતું છે. અહીં મોટા પ્રમાણમાં મરચા આવે છે. દરરોજ 2000 મણ મરચા અહીં ઠલવાય છે. એટલું જ નહી સૌરાષ્ટ્રનાં ગોંડલીથી અહીં મરચા આવે છે. હાલ મણના 800 રૂપિયા સુધીના ભાવ છે.
Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકો મરચાનો હબ છે. જોટાણામાં મરચાની સિઝન શરૂ થઈ ગઈ છે. લાલ મરચાથી બજાર ઉભરાઈ છે. જોટાણા માર્કેટમાં રૂપાલ, નદાસા, સીતાપુરા, જોટાણા અને સૌરાષ્ટ્રના ગોંડલથી મરચાની આવક થઇ રહી છે. અહીં રોજના 2000 મણ મરચા ઠલવાઇ રહ્યાં છે. તેમજ એક મણાનાં 300 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીના ભાવ છે.
મરચાનાં એક મણનાં 800 રૂપિયા સુધીનો ભાવ
જોટાણા માર્કેટ યાર્ડમાં દરેક પાક આવે છે. પરૂતુ મરચા અને એરંડા વધુ પ્રમાણમાં આવે છે. મરચા તો સૌરષ્ટ્રનાં ગોંડલથી આવે છે. હાલ મરચાનાં એક મણનાં 300 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીનો ભાવ છે.
વેપારીઓ મરચાની ખરીદી કરી પોતાની જમીનમાં સુકવે છે. યાર્ડમાં રોજનાં 1500 થી 2000 મણ મરચાની આવક થઇ રહી છે.
મરચાનાં પાવડરનાં ભાવ 300થી 400 રૂપિયા
વેપારી લીધેલા લીલા મરચા (ડોડુ) ને સૂકવણી માટે ખુલ્લી જમીનમાં પાથરે છે. આ જમીન સ્થાનિક ભાષામાં ખળી કહે છે.
મરચા સુકાઈ ગયા બાદ તેનો પાઉડર બનાવી વેચવામાં આવે છે ,અહી સૂકું મરચાનાં પાઉડરનાં ભાવ 300 થી 400 રૂપિયા કિલો હોય છે .
જોટાણાનું મરચું આ કારણથી છે ફેમસ
જોટાણામાં દેશી મરચા આવતા હોય છે. જે પ્રમાણ માં ઓછું તીખું અને સ્વાદે મીઠું હોય છે. તેથી જો વધારે પણ ખાઈ જવામાં આવે તો પણ તેનાથી પેટમાં બળતરા થતા નથી .આ જોટાણાનાં મરચાની વિશેષતા.
ખેડૂતોને મળી રહે છે વ્યાજબી ભાવ
સીતાપુરનાં ખેડૂત ભગવાનભાઈએ જણાવ્યું હતું કે, એમને અહીં જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાનાં સારા ભાવ મળી રહે છે અને દર વર્ષે જોટાણામાં જ મરચાને ભરાવા માટે આવીએ છીએ.