Home /News /mehsana /Gujarat Election: 'મારા ખેરાલુએ મને જીગામાંથી જીગ્નેશ બારોટ બનાવ્યો, જેથી તેના વિકાસ માટે મારે ચૂંટણી લડવી છે'

Gujarat Election: 'મારા ખેરાલુએ મને જીગામાંથી જીગ્નેશ બારોટ બનાવ્યો, જેથી તેના વિકાસ માટે મારે ચૂંટણી લડવી છે'

જિગ્નેશ કવિરાજ

Gujarat Election: તેમણે વધુમાં જણાવ્યું કે, 'હું નાનેથી મોટો મારા ગામમાં થયો છે મારું શિક્ષણ પણ ત્યાંનું જ છે. મારી ગાયકીમાં પણ મને પહેલો સપોર્ટ મારા વતનનો જ મળ્યો છે.'

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
મહેસાણા : ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અનેક બદલાવો આવી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં જાણીતા લોક ગાયક જીગ્નેશ બારોટે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ખેરાલુંમાંથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. તેમની સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યુ કે, 'હજી સુધી હું કોઇની સાથે જોડાયો નથી કે મને કોઇ પક્ષમાંથી આ માટે કોઇ ઓફોર પણ આવી નથી.'

ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જીગ્નેશ બારોટે જણાવ્યુ કે, 'મારું વતન ખેરાલું છે એટલે એનો વિકાસ કરવા માટે મેં આ જગ્યા પસંદ કરી છે. મને તમામ સમાજનો સાથ સહકાર મળ્યો જેથી મેં આ નિર્ણય લીધો છે કે, હું ખેરાલુમાં ચૂંટણી લડીશ.'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'હું નાનેથી મોટો મારા ગામમાં થયો છે મારું શિક્ષણ પણ ત્યાંનું જ છે. મારી ગાયકીમાં પણ મને પહેલો સપોર્ટ મારા વતનનો જ મળ્યો છે. અહીંની જનતાએ મને જીગામાંથી જીગ્નેશ બારોટ બનાવ્યો છે. જેથી મારે મારા તાલુકાનું કાંઇ સારું કામ કરવું છે.'

આ પણ વાંચો: આપે જાહેર કરી ઉમેદવારોની 11મી યાદી

કવિરાજને જ્યારે પૂછવામાં આવ્યુ કે, તમને કોઇ પક્ષનો જોડાવવા માટે ફોન આવ્યો છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, હું કોઇ પક્ષનો માણસ નથી અને હું હજી કોઇ પક્ષમાં નથી જોડાયો. તેથી જ મેં નિર્ણય લીધો છે કે હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ. હું આ ચૂંટણી કોઇના વોટ કાપવા માટે નહીં પરંતુ મારા વિસ્તારનો વિકાસ થાય તે માટે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર

બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની એન્ટ્રી થશે. હવે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે.



જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો છે. તેમણે કહ્યુ કે, જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું.
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો