Home /News /mehsana /Mehsana: અહીં મળે છે ટેસ્ટી ચાઈનીઝ ફૂડ, ટેસ્ટ કરવાનું ચૂકી ન જતા

Mehsana: અહીં મળે છે ટેસ્ટી ચાઈનીઝ ફૂડ, ટેસ્ટ કરવાનું ચૂકી ન જતા

X
ઈરફાન

ઈરફાન છેલ્લા 20 વર્ષથી મહેસાણામાં ચાઇનીઝ ફુડનું સ્ટોલ ચલાવે છે.

મહેસાણામાં બોમ્બે ચાઈનીઝ ફૂડ સ્ટોલ ફૂડ લવર્સ માટે પહેલી પસંદ બની છે. અહીં ફ્રાઇડ રાઈસ , મન્ચુરિયન , વેજ નૂડલ્સ, સૂપ ,ચાઇનીઝ ભેળ, મન્ચુરિયન વિથ નૂડલ્સ વગેરે ડીશ મળે છે. હાફ ડીશ 60 અને ફૂલ ડીશના 90 રૂપિયામાં મળે છે.

Rinku Thakor, Mehsana: લોકોમાં દિવસે ને દિવસે ચાઈનીઝ ફૂડનો ક્રેજ લોકોમાં વધી રહ્યો છે. લોકો ફાસ્ટ ફૂડમાં ચાઈનીઝ ફૂડને પોતાના મેનુમાં પ્રથમ નંબરે રાખે છે. મહેસાણા જિલ્લાના લોકોમાં પણ હવે ચાઈનીઝ ફૂડનો ક્રેજ વધતો જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં રહેતા ઈરફાન મન્સૂરી છેલ્લા 20 વર્ષથી ફાસ્ટ ફુડની લારી ચલાવી રહ્યા છે.  તેઓની બોમ્બે ચાઈનીઝ સ્ટોલ પર છેલ્લા 10 વર્ષથી માનવ આશ્રમ રોડ પર ચાઈનીઝ ફૂડનો ધંધો કરી રહ્યા છે.

મહેસાણામાં રહેતા મન્સૂરી ઈરફાન છેલ્લા 20 વર્ષથી મહેસાણામાં ફાસ્ટ ફૂડનો વ્યવસાય કરી રહ્યા છે. હાલ તેઓ મહેસાણામાં  આવેલા માનવ આશ્રમ રોડ પર બોમ્બે ચાઈનીઝ નામની દુકાન પર ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરી રહ્યા છે. અહીં લોકો ચાઈનીઝ ખાવા લાઈનો લગાવે છે. ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે અહીં મળતા ચાઈનીઝ ફૂડનો ટેસ્ટ ખુબજ સરસ હોય છે. વારંવાર  ખાવાનું મન થાય તેમ લાગે છે.



ચાઇનીઝ ફૂડનો સ્ટોલ ચલાવે છે. જે માનવ આશ્રમ રોડ પર બોમ્બે ચાઈનીઝ નામની એમની દુકાન છે જેની ખાસ વાત એ છે કે એમનો ટેસ્ટ એટલો સરસ હોય છે કે એમને ત્યાં એક વાર ખાવા આવેલા ગ્રાહક બીજી વાર પણ એમને ત્યાં જ આવે છે .



ઈરફાન છેલ્લા 20 વર્ષથી પોતાની માલિકીની ચાઇનીઝ ફૂડ સ્ટોલ ચલાવે છે. ઈરફાન  પહેલા એક હોટલમાં કામ કરતા હતા જ્યાં તેઓએ વિવિધ ફાસ્ટ બનાવતા હતા. સમય જતા તેઓએ પોતાની ફાસ્ટ ફુડની લારી શરૂ કરી ફાસ્ટ ફૂડનો વ્યવસાય શરૂ કર્યો હતો.



આજે તેઓના સ્ટોલ પર ફ્રાઇડ રાઈસ ,  મન્ચુરિયન , વેજ નૂડલ્સ, સૂપ ,ચાઇનીઝ ભેળ, મન્ચુરિયન વિથ નૂડલ્સ વગેરે ડીશ મળે છે. અહીં મળતા ફૂડની હાફ ડીશના માત્ર 60 રૂપિયા છે અને ફૂલ ડીશના 90 રૂપિયા છે.





રાત્રે 10 વાગ્યા સુધી સ્ટોલ ચાલું રહે છે.

સ્ટોલ પર મળતી તમામ વસ્તુઓ તેઓ પોતાના ઘરે જ તૈયાર કરે છે. દર રોજ સાંજના 7 વાગ્યાથી સ્ટોલ શરૂ થઈ જાય છે રાતના 10 વાગ્યા સુધી ધંધો ચાલુ રાખે છે. લોકો ચાઈનીઝ ખાવા અહીં દૂર દૂરથી આવે છે.
First published:

Tags: Fast food, Local 18, Mehsana news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો