Home /News /mehsana /Mehsana: પર્યાવરણ બચાવવા GSRTC નો નવતર પ્રયોગ; ટિકિટની ખાલી ભૂંગળી જમા કરાવ્યા બાદ જ નવો રોલ મળશે

Mehsana: પર્યાવરણ બચાવવા GSRTC નો નવતર પ્રયોગ; ટિકિટની ખાલી ભૂંગળી જમા કરાવ્યા બાદ જ નવો રોલ મળશે

મહેસાણા બસ ડિવિઝન નવો નિર્ણય લેવામાં આવ્યો.

મહેસાણા એસટી ડિવિઝનમાં 35 હજાર કરતા વધુ થર્મલ પેપર રોલનો વપરાશ છે. તેમજ કૃત્રિમ અછત ઉભી થઇ રહી છે. ડિવિઝને નિર્ણય કર્યો છે કે, ટિકિટ રોલની ખાલી ભૂંગળીઓ જમા કરાવ્યા બાદ નવા રોલ આપવામાં આવશે.

Rinku Thakor, Mehsana: મહેસાણા એસટી ડિવિઝન એ મહત્વનો નિર્ણય લીધો છે. અનેક ડેપોમાં થર્મલ પેપર રોલની જરૂરિયાત કરતા વધારે વપરાશ થઇ રહ્યો છે અને કુત્રિમ પેપર રોલની અછત ઉભી થઇ છે. મહેસાણા ડિવિઝનમા આવતા બાર ડેપોને ખાલી થઈ ગયેલા ટિકિટ રોલની ભૂગળીઓ જમા કરાવી ત્યારબાદ નવો ટિકિટ રોલ ઈશ્યુ કરવામાં આવશે.

વપરાયેલ ટિકિટ રોલની ભૂગળીઓ જમા કરાવો અને નવો ટિકિટ રોલ લઇ જાઓ

મહેસાણા ડિવિઝનમાં દર મહિને 35,000 થી 40,000 થર્મલ પેપર રોલનો વપરાશ થાય છે.જેમાંથી નીકળતી પ્લાસ્ટિકની ભૂગળીઓ જે સ્ક્રેપમાં વેચાણ થવા પાત્ર હોય અને તેમાંથી સંસ્થાને આર્થિક ફાયદો મળી રહે તે માટે હવે ડિવિઝનમાં આવતા ડેપોના વ્યવસ્થાપકને જાણ કરવામાં આવી છે કે 14 ફેબ્રુઆરી 2022 થી આપવામાં આવેલ ટિકિટ રોલની સામે જેટલી પ્લાસ્ટિકની ભૂગળીઓ ડિવિઝનમા જમા કરાવવામાં આવશે તેટલા જ ટિકિટ રોલ સામે આપવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી

100-100 નંગના જથ્થામાં પેક કરીને ખાલી રોલ જમા કરાવવા આદેશ

પત્રમાં જે રોલ વપરાઈ ગયા છે, તેની ખાલી પ્લાસ્ટિકની ભૂગળીઓ 100-100 નંગ જથ્થામાં પેક કરીને જમા કરાવવા જાણ કરાઈ છે. જેથી તેની સામે નવા ટિકિટ રોલ ઈશ્યુ કરી શકાશે.તેમજ જો પ્લાસ્ટિકની ભૂગળીઓ જમા કરાવ્યા સિવાય થર્મલ પેપરની માંગણી કરવામાં આવશે, તો ડિવિઝન દ્વારા ટિકિટ રોલ પણ ઈશ્યુ કરવામાં નહિ આવે.તેમજ સંચાલનમાં કોઈ વિક્ષેપ થશે, તેની જવાબદારી કેન્દ્ર વ્યવસ્થાપકની રહેશે.



તમામ ડેપોમાં રોલનો ખોટો વપરાશના થાય એ માટે નિર્ણય કરાયો: ડીસી

મહેસાણા ડિવિઝનના ડી.સીએ જણાવ્યું હતું કે, જરૂરિયાત કરતા વધારે રોલ માંગવામાં આવતા હતા.દરેક ડેપોમાં બધાને સરખા રોલ મળી રહે રોલનો ખોટો વપરાશના થાય એ માટે ખાલી રોલની ભૂગળીઓ જમા કરાવ્યા બાદ હવે નવા રોલ એ પ્રમાણે આપવામાં આવશે.તેમજ જેતે કંડકટરને ભૂગળીઓ ભેગી કરી જમા કરાવી સામે નવો રોલ અપાશે. આ માત્ર પ્રેક્ટિકલ સૂચના છે. અને મહેસાણા બસ ડિવિઝન આનુ પાલન કરશે .
First published:

Tags: Environment, GSRTC, Local 18, Mahesana