ઊંઝા ગંજ બજારમાં જીરું, ઇસબગુલ અને વરિયાળીની આવક શરૂ થઇ છે. જેમાં જીરુંની 13 હજાર બોરીની આવક નોંધાઇ હતી. તેમજ જીરુંનાં ઉંચા ભાવ 7650 રૂપિયા રહ્યાં હતાં.
Rinku Thakor, Mehsana: ઊંઝા ગંજ બજારમાં નવા જીરુંની આવક શરૂ થઇ છે. રોજ ની 13 હજાર બોરીની આવક થઇ રહી છે. એક મણનો ઉંચો ભાવ 7650 રૂપિયા રહ્યો હતો. તેમજ ઇસબગુલ અન વરિયાળીની આવક પણ શરૂ થઇ છે. ઇસબગુલ અને વરિયાળીના સારા ભાવ મળી રહ્યાં છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંની નવી આવક શરૂ
ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરુંની આવક શરૂ થઈ ગઈ છે.રોજ 13 થી 14 હજાર બોરીની આવક થઇ રહી છે.મણનો ઊંચો ભાવ 7650 રૂપિયા રહ્યો હતો.નવા જીરુંમાં પ્રતિમણનો એક્સ્ટ્રાનો ભાવ 6000થી 7600 રૂપિયા તેમજ સુપર જીરુંનો ભાવ 5900થી 6000 રૂપિયા રહ્યો હતો.
જ્યારે બેસ્ટ રૂપિયા 5 800 થી 5900 અને મિડિયમ રૂપિયા 5700 થી 5800 સુધીનો ભાવ રહ્યો હતો. જૂના જીરુંની આવક બે હજાર બોરી થઈ ગઈ છે. જેમાં પ્રતિ મણનો બેસ્ટ ભાવ 5,500 થી 5700 રૂપિયા રહ્યો હતો. મિડિયમ 5400 થી 5500 રૂપિયા રહ્યો હતો.એવરેજ ભાવ 5200થી 5400 રૂપિયા વચ્ચે જોવા મળ્યા છે.
નવા ઈસબગુલની 60 બોરી આવક થઈ હતી. જેનો મણનો ભા વ 2300 થી 2600 રૂપિયા જોવા મળ્યો હતો. ગ્રીન કલર અજમાનો પ્રતિ મણનો ભાવ 2700 થી 3000 રૂપિયા રહ્યો હતો. તેમજ ધાણાની આવક દસ હજાર બોરી થઈ રહી છે. જેનો ભાવ 1700 થી 2000 રૂપિયા રહ્યો હતો.
નવી વરિયાળીની 3500 બોરી આવક નોંધાઇ
ઊંઝા માર્કેટ યાર્ડમાં વરિયાળીની3500 બોરીની આવક થઈ છે. સારી એક્સ્ટ્રા ગ્રીન આબુ રોડની વરિયાળીનો પ્રતિ મણનો ભાવ 4750 થી 4850 રૂપિયા અને સુપર વરિયાળીનો ભાવ 4500 થી 4750 રૂપિયા, જ્યારે બેસ્ટ વરિયાળીનો ભાવ 4000 થી 4500 રૂપિયા રહ્યો હતો. એવરેજ મણનો ભાવ 3850 થી 4000 રૂપિયા રહ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર દેશી વરિયાળીનું બજાર પણ સારુ જોવા મળ્યું છે. જેમાં પ્રતિ મણનો સુપર ભાવ 3700 થી 3850 રૂપિયા, જેમાં બેસ્ટ વરિયાળી નો ભાવ 3500 થી 3700 રૂપિયા અને મિડિયમ ભાવ 3300 થી 3500 રૂપિયા રહ્યાં હતાં.