ભમ્મરિયા નાળા નાં બાર નીકળતા ની સાથે જ માલગોડાઉન માર્કેટ આવેલું છે જ્યાં મહેસાણા શહેર નું હોલસેલ માર્કેટ આવેલું છે , જ્યાં તમને વિવિધ વસ્તુઓ જેમકે કરિયાણું, ડ્રાય ફ્રુટ, ગોળ,ચોખા,દાળ , પ્રોવિઝન ની ચીજો,તેલ વગેરે હોલસેલ તથા રિટેલ મળી રહે છે .
Rinku Thakor, Mehsana: મહેસાણા શહેરમાં ભમ્મરિયા નાળા વિસ્તારની બહાર નીકળતા જ માલ ગોડાઉન માર્કેટ આવેલું છે જ્યાં મહેસાણા શહેરનું હોલસેલ માર્કેટ છે. અહીં તમને વિવિધ વસ્તુઓ જેમકે કરિયાણું, ડ્રાય ફ્રુટ, ગોળ,ચોખા, દાળ, પ્રોવિઝનનીચીજ વસ્તુઓ, તેલ, ચા વગેરે હોલસેલ તથા રિટેલના ભાવે મળી રહેશે.
26 વર્ષ પહેલાં થઈ નવી જગ્યાએ શરૂઆત
માલ ગોડાઉનનાં નવા માર્કેટની શરૂઆત લગભગ 40 વર્ષ પહેલાં થઈ હતી જેતે સમયે તમામ વેપારીઓ સાથે મળીને વેપાર કરતા હતા.આજથી 26 વર્ષ અગાઉ વેપારીઓએ પોતાના વિભાગ મુજબ નવા માર્કેટમાં દુકાનો ચાલું કરી હતી.જે આજે માલ ગોડાઉન તરીકે કાર્યરત છે જેમાં ખાદ્ય તેલ, દાણા, કરિયાણું , ડ્રાય ફ્રુટ અને ગોળની દુકાનો ચાલે છે.
રામકૃષ્ણ માર્કેટ છે ખાસ ચોખા દાળ માટે
રામકૃષ્ણ માર્કેટએ ખાસ ચોખા અને દાળ માટેનું માર્કેટ છે અહી દરેક પ્રકારના ચોખા, દાળ મળી રહે છે. આ માર્કેટનાં મંત્રી જગદીશ ભાઈ પટેલ જણાવે છે કે આ માર્કેટમાં તમને ખાસ કરી ને ચોખા, દાળ, પ્રોવિઝનની વસ્તુઓ મળી રહે છે.
અહી થી વિજાપુર , વિસનગર, વડનગર,લણવા ,વગેરે જેલી જગ્યાએ પણ જાય છે. અહીં આવેલી રામકૃષ્ણ માર્કેટમાં 45-50 જેટલા વેપારીઓ કરિયાણાની દૂકાન ધરાવે છે.
ભાવ પત્રક (તા.28-2)
વસ્તું
ભાવ
કાજુ
600
સૂકી દ્રાક્ષ
280
બદામ
670
પિસ્તા
1160
ચોખા
28
મગ દાળ
90
તુવેર દાળ
95
આખા મગ
90
માલગોડાઉન માં ખરીદનાર વર્ગ ખાસ કરી ને પ્રોવિઝન સ્ટોર્સ વાળા વેપારી, ગામડા ના વેપારી ,તેમજ શહેરી લોકો અને લગ્ન પ્રસંગ નાં રસોડા નાં સીધા હોય એ અહી થી હોલસેલ ભાવે લઈ જાય છે.માલગોડાઉન માર્કેટ માં કરિયાણા ની દરેક વસ્તુ હોલસેલ ભાવે મળી રહે છે .