કડી માર્કેટયાર્ડ માં ઘઉં ની ઐતિહસિક ભાવ મણ નાં રૂપિયા 802 નાં બોલાયા .
કડી માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમા એક જ દિવસમાં રૂ.160ના ઉછાળા સાથે સારા માલના એક મણના રૂ.802 સુધીના ઉંચા ભાવ બોલાયા હતા. માર્કેટયાર્ડમાં ઘઉંની 4600 બોરી આવક થઈ હતી.
Rinku Thakor, Mehsana: કડી માર્કેટ યાર્ડમાં ઘઉંની નવી આવક શરૂ થઈ ગઈ છે.કમોસમી વરસાદ બાદ યાર્ડમાં ઘઉંની ઉપજ લઈ ખેડૂતો હાલ યાર્ડમાં વેચવા આવી રહ્યા છે.કમોસમી વરસાદ બાદ ઘઉંના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.સોમવારે કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવમાં એક જ દિવસમાં રૂ.160 ના ઉછાળા સાથે સારા માલના એક મણના રૂ.802 સુધીના ઉંચા ભાવ બોલાયા હતા. ઉંચા ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવમાં એક જ દિવસમાં રૂ.160ના ઉછાળો
સોમવારે કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવમાં એક જ દિવસમાં રૂ.160 ના ઉછાળા સાથે સારા માલના એક મણના રૂ.802 સુધીના ઉંચા ભાવ બોલાયા હતા.શનિવારે ઘઉંના સારા માલના ઉંચા ભાવ રૂપિયા 640 અને નીચામાં રૂપિયા 441 સુધીના ભાવ બોલાયા હતા.
ઘઉં ભરવાની સિઝનમાં ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર
કડી સહિત સમગ્ર રાજ્યમાં ઘઉંનો પાક બજાર આવવાના સમયે જ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. જેને લઇ સોમવારે કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવમાં એક જ દિવસમાં રૂ.160ના ઉછાળા સાથે સારા માલના એક મણના રૂ.802 સુધીના ઉંચા ભાવ બોલાયા હતા. માર્કેટ યાર્ડોમાં ઘઉંની 4600 બોરી આવક થઈ હતી. વરસાદને કારણે ઘઉં ભરવાની સિઝનમાં ભાવ વધતાં ગૃહિણીઓના બજેટ ઉપર અસર થઇ શકે છે.
કમોસમી વરસાદને કારણે કાપણી માટે તૈયાર ઉભેલા ઘઉં અને એરંડાના પાકને ખૂબ નુકસાન થયું છે.
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેતીમાં મોટાપાયે નુકસાન થયું છે. ખાસ કરીને હાલમાં ખેતરમાં કાપણી માટે તૈયાર ઉભેલા ઘઉં અને એરંડાના પાકને ખૂબ નુકસાન થયું છે. જેના કારણે ઘઉંનું બજાર ઉંચકાયું છે.
સોમવારે કડીના કોટન માર્કેટ યાર્ડ ખાતે ઘઉંની ઉભી હરાજી કરાઇ હતી. જેમાં રૂ.160ના ઉછાળા સાથે ઘઉંની 496 જાતના સારા માલના રૂ.802 સુધીના ઐતિહાસિક ઉંચા ભાવ બોલાયા હતા.