હિતેન્દ્ર બારોટ, દહેગામ : હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને આડે થોડા જ દિવસો બાકી છે ત્યારે લોકો એકબીજાનાં પગ ખેંચવામાં પડ્યા છે. ત્યારે આજે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગીતા પટેલ માટે દહેગામમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતાં. જ્યાં તેમણે ભાજપ વિરોધી નિવેદનો પણ આપ્યાં અને કોંગ્રેસનો છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરને પણ આડે હાથે લીધા હતાં.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ' ગઇકાલે જે ઘટના બની તે અંગે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ ઘણો રોષ છે. ચૂંટણી પ્રચારમાં ગુજરાતનાં લોકોએ મને ઉત્સાહ આપ્યો છે. કોંગ્રેસની સભાઓને રોકવા માટે ભાજપ ઘણાં પ્રયત્નો કરે છે.'
અલ્પેશ ઠાકોરે ગઇકાલે એક નિવેદન આપ્યું હતું કે, 'આંદોલન સમયે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે તેમના સમર્થકો ઉશ્કેરાયા અને હિંસા ફાટી નીકળી, બસો સળગી, મોલો તૂટ્યા. આ હીંસામાં 14 લોકોના મોત થયા છે એનું દુઃખ હોવું જોઇએ. 14 લોકોના મોતની જવાબદારી કોની એ અંગે અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું કે, આંદોલકારી તરીકે લોકો આપણા વિચારો અને વર્તનને અનુસરતા હોય છે. તો હું એવું માનું છું કે, 14 લોકોના મોતની જવાબદારી આંદોલનકારી તરીકે હાર્દિક પટેલની ગણી શકાય છે.' અલ્પેશનાં આ હુમલા પર હાર્દિકે જવાબ આપ્યો કે, ' પરપ્રાંતીયો વખતે તેમણે જે વાણી વિલાસ કર્યો હતો તે ભૂલી ગયા લાગે છે.'
अहमदाबाद पूर्व लोकसभा क्षेत्र के देहगाँव तहसील में कांग्रेस पार्टी के प्रमुख पदाधिकारीओं को संबोधित किया।कांग्रेस ने जनता को अपना माना है और @RahulGandhi जी भी जनता के हित में बहुत कुछ करना चाहते हैं।गुजरात कांग्रेस ने विपक्ष की भूमिका में जनता की मज़बूती से आवाज़ उठाई हैं। pic.twitter.com/NX2HnanLqe
હાર્દિકે લાફાકાંડને વખોડતા આગળ જણાવતા કહ્યું કે, 'ભાજપ હોય કે કોંગ્રેસ આવી ઘટના રાજનીતિમાં ન બનવી જોઇએ. રાજનીતિનું સ્તર નીંચુ ન જવું જોઇએ તેને મજબૂત બનાવવી જોઇએ.'
જ્યારે હાર્દિકને પૂછવામાં આવ્યું કે વાતો થઇ રહી છે કે, 'લોકોની લાગણી મેળવવા માટે આ હાર્દિકનું નાટક છે. ત્યારે જવાબ આપ્યો કે તો ત્યાંના ગ્રામ જનોએ મેથી પાક પણ આપ્યો ન હોત. અને ત્યારે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે પણ રાજ્યમાં 2002માં લાગણી મેળવવા માટે જ આપણાં હિન્દુઓનાં મોત કરાવ્યાં હોય તેવ પણ બને.'
મહત્વનું છે કે ગઇકાલે એટલે શુક્રવારે વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે જાહેર મંચ પર એક શખ્સ દ્વારા હાર્દિક પટેલને કોઈ કારણોસર લાફો ઝીંકી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને આ બનાવ બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસમથકે લાફા ઝીંકનાર શખ્સ સામે લેખીત ફરિયાદ કરી હતી. જેની વધુ તપાસ વઢવાણ પોલીસ ચલાવી રહી છે. હાર્દિક પટેલની જાહેર સભામાં સ્ટેજ પર લાફોઝીંકનાર શખ્સ તરૂણભાઈ ગજ્જરને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.