Home /News /mehsana /Vijapur Hailstorm: ભરશિયાળે ભારે કરી! રાજ્યમાં માવઠાના માર સાથે કરા પણ પડ્યા

Vijapur Hailstorm: ભરશિયાળે ભારે કરી! રાજ્યમાં માવઠાના માર સાથે કરા પણ પડ્યા

વિજાપુરમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા

vijapur Hailstorm: મોડીરાતે વિજાપુરમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. વરસાદ સાથે કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે વહેલી સવારથી પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ

મહેસાણા: સતત બે દિવસથી રાજ્યમાં માવઠું પડી રહ્યું છે. અચાનક જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોટાભાગના શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ મોડીરાતે વિજાપુરમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા (vijapur Hailstorm) હતા. વરસાદ સાથે કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે વહેલી સવારથી પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ગઇકાલે પણ કરા પડ્યા હતા

જોકે, ગઇકાલે પણ કરા પડ્યો હોવાનું સામે આવ્યું હતું. ગઇકાલે અમદાવાદ શહેરના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ પડ્યો હતો. હાથીજણ સર્કલ રોડ પર કરા પડ્યા હતા. સાથે જ આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદની જેમ જ અમરેલીના બગસરા પંથકનાં અનેક ગામોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. ઉપરાંત અહીં બગસરાના હામાપૂરમાં કરા પડ્યા હતા. કરા પડવાની સાથે હામાપૂરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બગસરાના સમઢિયાળામાં પણ કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. હામાપુર ગામમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હામાપુર વિસ્તારમાં ખેતીપાકોને વ્યાપક નુકશાન થવાની ભીતિ છે.

આ પણ વાંચો: સતત બીજા દિવસે રાજ્યમાં માવઠું, મોડીરાતથી જ ખાબકી રહ્યો છે વરસાદ

આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ

રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ માવઠાને લીધે પાકને મોટું નુકસાન પહોંચવાની પણ ભીતિ સેવાઇ રહી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં પૂર્વ દક્ષિણના પવનો ફૂંકાયા છે. આજે રાજ્યના વાતાવરણ પલટો રહેશે. સાથે જ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે.
First published:

Tags: Gujarat News, Mahesana, Unseasonal rain

विज्ञापन