અમદાવાદ : માણસનો પર્યાવણર સાથે સીધો સંબંધ છે. પર્યાવરણ માણસના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રાણવાયુ હોય કે પાણી પર્યાવરણની મહેરબાની વગર કશું જ શક્ય નથી. જો આ પર્યાવરણ સાથે તમે મૈત્રી કરો તો તેના ખૂબ સારા પરિણામ આવે છે. આવું જ સારું પરિણામ મહેસાણા જિલ્લાના દેથળીના (Dethli Village of Mehsana Bahucharaji) ગ્રામજનોએ લાવી બતાવ્યું છે. દેથળી વિશે એવું કહેવાય છે કે એક સમયે આ ગામ પાણી માટે તરસ્યું હતું! જોકે ગ્રામજનોના પ્રયાસથી આજે દેથળી ગામ જાણ કે પક્ષીઓનું અભ્યારણ (Villagers Turned Gujarat's Water-starved Dethli into Bird Sanctuary) બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગામમાં 150 પ્રકારની પક્ષીઓની પ્રજાતિના જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે.
દેથળી ગામની કહાણી એવી છે કે આ ગામ 1300 લોકોની વસતિ ધરાવે છે. એક સમયે અહીંયા લોકો તળાવમાં કચરો ફેંકતા હતા અને પાણીની અછત હતી. જોકે, હવે દેથળી પ્રવાસન સ્થળ બને તેવી વકી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ એક સમયે જે ગામના તળાવમાં પાણીનું ટીપું પણ દોહલ્યું હતું અને કચરાનું સામ્રાજ્ય હતું તે ગામનું તળાવ (Dethli Village Lake Mehsana) આજે 9 કરોડ લિટર પાણીનું એક ઉંડુ તળાવ બની ગયું છે. ન ફક્ત ખેતી પરંતુ પક્ષીઓ માટે આ સ્થળ રહેણાંક બની ગયું છે. આ તમામ બાબતો ગ્રામજનોના પ્રયાસથી શક્ય બની છે.
150 પ્રકારના પક્ષીઓનું નવું સરનામું એટલે દેથળી
આજે જેથળીના તળાવમાં કોટન પીગમી, રુડી શેલ બતક, નોર્થન શોવેલર, પાઇડ કુકુ, સ્પોટેડ ઓવલેટ, વગેરે પ્રજાતિના 150થી વધુ પ્રકારના પક્ષીઓ અહીંયા જોવા મળે છે. જાપાનમાં રહેતા અને દેથળીના વતની મયુર શાહે TOIને જણાવ્યું કે 'આ ગામ યાયાવર પક્ષીઓનાં રૂટમાં હતું, જોકે કોઈ પણ પક્ષી અહિંયા વિસામો કરતા નહોતા.
પરંતુ લોકોના પ્રયાસોથી હવે આ ગામ યાયાવર પક્ષીઓનું રહેણાંક બની ગયું છે. મયૂર શાહના પિતા સોમચંદ શાહ આ તળાના જિર્ણોદ્ધારમાં મહત્ત્વનો ભાગ ભજવનારા વ્યક્તિઓ પૈકીના એક છે. તેમના પિતાના પ્રયાસો અને વનવિભાગની મદદથી મયૂર તળાવમાં ત્રણ આઇસલેન્ડ બનાવી શક્યા છે.
ગ્રામજનો હવે દેથળી તળાવનું મોડિફિકેશન કરી અને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવા માંગે છે જેના થકી આવક પણ રળઈ શકાય અને વિકાસ થઈ શકે છે. આમ જળ એ જીવન છે એ ઉક્તિને દેથળીના ગ્રામજનો સુપેરે સાકાર કરી છે.