Home /News /mehsana /Video: ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, અમદાવાદ સહિત સાત જિલ્લાને એલર્ટ કરાયા

Video: ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, અમદાવાદ સહિત સાત જિલ્લાને એલર્ટ કરાયા

ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું

Mehsana Dharoi Water release: રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ, 2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

વધુ જુઓ ...
મહેસાણા: ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજ્યના અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી સાબરમતી નદીમાં 10,000થી 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમમાં પાણીની થઈ રહેલી આવકને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા સાત જિલ્લાને એલર્ટ કરાયા છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે.

રાજ્યના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ જળસંગ્રહ


રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ, 2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ સરદાર સરોવર (Sardar Sarovar) સિવાય રાજ્યના 206 જળાશયોમાં ૩,૯૮,૨૪૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૧.૩૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

આ ઉપરાંત રાજ્યમાં ૪૯ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર સહીત 63 જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૭ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૩૬ જળાશયોમાં ૨૫થી ૫૦ ટકા અને ૩૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.


કેટલા જળાશયોમાં કેટલું પાણી


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૪૮ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૩૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૬ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૭ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ભાદર-1 ડેમમાં પાણીની આવક


રાજકોટના ભાદર ડેમ -૧ માં પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 26.50 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં વરસાદને લઈને ભાદર ડેમ- ૧માં પાણીની આવક થઈ રહી છે. ભાદર ડેમમાં 2250 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ભાદર-2 ડેમ ઓવરફ્લો


રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલો ભાદર -2 ડેમ ફરી વખત ઓવર ફ્લો થયો છે. ભાદર 2 ડેમનો એક દરવાજો 1 ફૂટ અને 1 દરવાજો અડધો ફૂટ ખોલવામા આવ્યો છે. ડેમમાં 2000.69 ક્યુસેક પાણીની આવક સામે 2000..69 ક્યુસેક પાણીની જાવક છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ભાદર ડેમ સાઈટના 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
" isDesktop="true" id="1239793" >

ધોરાજી તાલુકાના ચાર ગામ ભોળા, ભોળ ગામડા, છાડવાવદર, સુપેડીને એલર્ટ કરાયા છે. ઉપલેટાના 15 ગામ, કુતિયાણાના 10 ગામ, માણાવદરના 4 ગામ, પોરબંદરના 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવાઈ છે.
First published:

Tags: Gujarat monsoon, Monsoon 2022, Sardar Sarovar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો