મહેસાણા #પાટીદાર અનામત આંદોલન દરમિયાન જેલમાં ગયેલા નેતાઓને છોડાવવા માટે મહેસાણામાં કરાયેલા જેલભરો આંદોલન કાર્યક્રમ મામલે જેલમાં બંધ એસપીજી નેતા લાલજી પટેલને છેવટે છુટકારો થયો છે. કોર્ટે લાલજી પટેલના જામીન મંજૂર કર્યા છે.
પાટીદાર અનામત આંદોલનને લઇને જેલમાં બંધ પાટીદાર નેતાઓને છોડાવવા માટે મહેસાણા ખાતે ગત એપ્રિલ માસમાં જેલભરો આંદોલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે આ કાર્યક્રમ હિંસક બનતાં દોડધામ મચી જવા પામી હતી. જે મામલે એસપીજી નેતા લાલજી પટેલ સહિત અન્ય પાટીદાર નેતાઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં જેલમાં બંધ એસપીજી નેતા લાલજી પટેલનો છુટકારો થયો છે. મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટે લાલજી પટેલના જામીન મંજૂર કર્યા છે. અહીં નોંધનિય છે કે, લાલજી પટેલને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.