Home /News /mehsana /લાલજી પટેલ અંગે પુછ્યું તો હાર્દિક પટેલે જય સરદાર કહી સ્મિત આપ્યું!

લાલજી પટેલ અંગે પુછ્યું તો હાર્દિક પટેલે જય સરદાર કહી સ્મિત આપ્યું!

મહેસાણા જેલમાંથી વિસનગર કોર્ટમાં લઇ જવાતાં હાર્દિક પટેલે બંધારણને મહાન ગણાવ્યું હતું. સાથોસાથ લાલજી પટેલ અંગે સવાલ કરતાં હાર્દિક પટેલે સ્મિત આપ્યું હતું અને માત્ર જય સરદાર કહી ઉત્તર આપવાનું ટાળ્યું હતું.

મહેસાણા જેલમાંથી વિસનગર કોર્ટમાં લઇ જવાતાં હાર્દિક પટેલે બંધારણને મહાન ગણાવ્યું હતું. સાથોસાથ લાલજી પટેલ અંગે સવાલ કરતાં હાર્દિક પટેલે સ્મિત આપ્યું હતું અને માત્ર જય સરદાર કહી ઉત્તર આપવાનું ટાળ્યું હતું.

  • Pradesh18
  • Last Updated :
મહેસાણા #મહેસાણા જેલમાંથી વિસનગર કોર્ટમાં લઇ જવાતાં હાર્દિક પટેલે બંધારણને મહાન ગણાવ્યું હતું. સાથોસાથ લાલજી પટેલ અંગે સવાલ કરતાં હાર્દિક પટેલે સ્મિત આપ્યું હતું અને માત્ર જય સરદાર કહી ઉત્તર આપવાનું ટાળ્યું હતું.

વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના મામલે પાસ નેતા હાર્દિક પટેલને આજેક વિસનગર કોર્ટમાં રજુ કરાયો હતો. આ મામલે કોર્ટે વધુ સુનાવણી 18મી જુલાઇ પર રાખી છે.

ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના મામલે વિસનગર કોર્ટમાં રજુ કરવા માટે હાર્દિક પટેલને સુરતથી ગત રાતે મહેસાણા સબ જેલમાં લવાયો હતો. જ્યાંથી આજે સવારે વિસનગર લઇ જવાયો હતો. જેલમાંથી બહાર આવતાં પત્રકારોની સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે બંધારણને મહાન ગણાવ્યું હતું.

પત્રકારોએ લાલજી પટેલ અંગે સવાલ કરતાં હાર્દિક પટેલે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. સ્મિત કરતાં તેણે માત્ર જય સરદાર કહ્યું હતું.

ચંપાવતના આરોપ 75 ટકા ખોટા

સરકાર સામે અનામત માટે જંંગે ચડેલા પાસ નેતા હાર્દિક પટેલનું આજે અલગ રૂપ દેખાયું હતું. સરકાર સામે ભરતી કૌભાંડમાં ગંભીર આરોપ લગાવનાર કલ્યાણસિંહ ચંપાવતને ખોટા ગણાવી આડ કતરી રીતે જાણે સરકારનો બચાવ કર્યો હતો. હાર્દિકે ચંપાવતના આરોપ 75 ટકા ખોટા હોવાનો સૂર પુરાવ્યો હતો.
First published:

Tags: કલ્યાણસિંહ ચંપાવત, ગુજરાત, પાટીદાર અનામત આંદોલન, ભરતી કૌભાંડ, લાલજી પટેલ, હાર્દિક પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन