Home /News /mehsana /નીતિન પટેલે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ, 'ઘર ઘર સુધી વિકાસયાત્રા પહોંચાડીશું'

નીતિન પટેલે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ, 'ઘર ઘર સુધી વિકાસયાત્રા પહોંચાડીશું'

' 5 વર્ષનું ભવિષ્ય જેમને જનતા આપશે એ ભાજપના હશે એવો વિશ્વાસ છે. બધા સાથે મળીને વિકાસયાત્રાને એક એક ઘર સુધી પહોંચાડીશું.'

' 5 વર્ષનું ભવિષ્ય જેમને જનતા આપશે એ ભાજપના હશે એવો વિશ્વાસ છે. બધા સાથે મળીને વિકાસયાત્રાને એક એક ઘર સુધી પહોંચાડીશું.'

ગીતા પટેલ, કડી : આજે રવિવારે, 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં (Gujarat) 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં આજે સવારે સાત કલાકથી ચૂંટણી (Local Body Polls) યોજાઇ રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે (Dy.CM Nitin Patel) આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કડી નગરપાલિકાના (Kadi Nagarpalika) જનસુવિધા કેન્દ્ર ખાતે પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી. આજના દિવસે તમામ નાગરિકોને પણ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી લોકતંત્રમાં પોતાની સહભાગીતાને મજબૂત રીતે નોંધાવી સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ હેતુ આપનાં વિસ્તારમાં આપને સબળ નેતૃત્વ પ્રદાન કરે તેવા લોકપ્રતિનિધિઓને પોતાના અમૂલ્ય મત થકી ચૂંટવા આહ્વાન કર્યુ હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી ખાતેના જનસેવા કેન્દ્રમાં મતદાન કર્યું છે. જે બાદ તેમણે જણાવ્યું કે, 'સમગ્ર રાજ્યમાં આજે નગરપાલિકા, પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. મહેસાણા જિલ્લાના કડી નગરપાલિકાના મારા વોર્ડમાં પત્ની અને પરિવાર સાથે મત આપવા આવ્યો છું. કડી ભાજપનો ગઢ છે. આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો છે.



Viral Video: પરેશ ધાનાણીએ સાઇકલ પર ખાતરની થેલી અને ગેસ સિલિન્ડર લઇ જઇ કર્યું મતદાન

તેમણે વધુમાં જણાવ્યું કે, 'કડી નગરપાલિકામાં બે તૃતિયાંશ બહુમતી ભાજપને મળી છે. 36માંથી 26 બેઠક અમારી બિનહરીફ થઈ છે. હું પણ મોટા ભાગના સમયમાં નગરપાલિકા પ્રમુખ અને સભ્ય રહી ચુક્યો છું. ત્યાંથી જે ઘડતર થયું એ બાદ મને નાયબ મુખ્યમંત્રી તરીકે ભાજપે સ્થાન આપ્યું છે. ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે તે જોતા સાંજ સુધીમાં સારી ટકાવારી નોંધાશે. 5 વર્ષનું ભવિષ્ય જેમને જનતા આપશે એ ભાજપના હશે એવો વિશ્વાસ છે. બધા સાથે મળીને વિકાસયાત્રાને એક એક ઘર સુધી પહોંચાડીશું.'

સ્થાનિક સ્વરાજની અંતિમ તબક્કાની ચૂંટણી Live: 12 વાગ્યા સુધીમાં જિલ્લા- તાલુકા -પંચાયતમાં 18% મતદાન



મહત્ત્વનું છે કે, 12 વાગ્યા સુધી 18 ટકા મતદાન જિલ્લા- તાલુકા -પંચાયતમાં 18 ટકા મતદાન થયું છે. આ ટકાવારીને જોઇને લાગી રહ્યું છે કે, આ વખતે રેકોર્ડબ્રેક મતદાન થઇ શકે છે. આ વખતે મહિલા મતદારોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે.
First published:

Tags: Gujarat Local Body elections, Gujarat Local Body Polls, કડી, ગુજરાત, નિતિન પટેલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો