Home /News /mehsana /Gujarat election 2022: બહોળી લોકચાહના ધરાવતા ઋષિકેશ પટેલ ભાજપ માટે મહત્વપૂર્ણ લોકનેતા

Gujarat election 2022: બહોળી લોકચાહના ધરાવતા ઋષિકેશ પટેલ ભાજપ માટે મહત્વપૂર્ણ લોકનેતા

Rishikesh bhai Patel Political Career: ઋષિકેશ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત 1990માં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીજીની રથયાત્રા દરમિયાન કરી હતી. તે સમયે તેઓ પાર્ટી સાથે સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા.

Rishikesh bhai Patel Political Career: ઋષિકેશ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત 1990માં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીજીની રથયાત્રા દરમિયાન કરી હતી. તે સમયે તેઓ પાર્ટી સાથે સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) જેમ જેમ નજીક આવી રહે છે તેમ તેમ રાજકારણ ગરમાતું જાય છે. મહેસાણા જિલ્લામાં પણ ટોચના નેતાઓની મુલાકાતોનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ પોતાના શક્તિશાળી નેતાઓને ચૂંટણી માટે આગળ કરી રહી છે. ભાજપે રણનીતિ ઘડી છે અને વિસનગર 22 વિધાનસભા મત વિસ્તારમાં સતત ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા ઋષિકેશ પટેલ (Rishikesh Patel) સહિતના આગેવાનોને મહત્વની જવાબદારી સોંપી દીધી છે.

ઋષિકેશ પટેલની ગણના રાજ્યના પાવરફૂલ નેતાઓમાં થાય છે. તેઓ 90ના દાયકાથી રાજકારણમાં છે અને અત્યાર સુધીમાં રાજકારણને ઘોળીને પી ગયા છે તેવું કહી શકાય. અત્યારની ભાજપ સરકારમાં તેઓ આરોગ્ય મંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ તેમને આ પદ અપાયું હતું. તેઓ ભાજપ સંગઠનમાં પણ અગત્યની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ (MLA Rishikeshbhai Patel) છેલ્લા ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા હતા. દર વખતે મંત્રી પદ માટે તેમનું નામ ચર્ચાતું હતું, પરંતુ અંતે 14 વર્ષની તપસ્યા બાદ કેબિનેટ મંત્રી પદ મળતા વિસનગર શહેરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ઋષિકેશ પટેલને રાજ્યના આરોગ્ય મંત્રી બનાવવામા આવ્યા છે. આરોગ્ય ઉપરાંત તેમને તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગનો પણ હવાલો સોંપવામા આવ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ ઋષિકેશભાઈ પટેલ પોતાના મતવિસ્તાર વિસનગર તાલુકા સહિત મહેસાણા જિલ્લામાં જન આશીર્વાદ માટે પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઋષિકેશભાઈ પટેલ રાજકીય કારકિર્દી (Rishikesh bhai Patel Political Career)

ઋષિકેશ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત 1990માં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીજીની રથયાત્રા દરમિયાન કરી હતી. તે સમયે તેઓ પાર્ટી સાથે સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 2007 સુધી ભાજપના કાર્યકર તરીકે તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં સફળતાની જવાબદારી નિભાવી હતી.

આ દરમિયાન ઋષિકેશ પટેલને 2007માં વિસનગર વિધાનસભા ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓએ 29,898 મતોથી જંગી વિજય મેળવ્યો હતો. બાદમાં વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર વિધાનસભા ઉમેદવાર તરીકે તક આપતા તેઓ એનસીપીના ઉમેદવાર ભોલાભાઈ સામે 29,399 મતોથી વિજયી બન્યા હતા. ત્યારબાદ પાટીદાર આંદોલન હોવા છતાં તેઓ 2017માં સળંગ ત્રીજીવાર ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે કોંગ્રેસના મહેન્દ્રકુમાર પટેલ સામે જીત મેળવી હતી.

બીજી તરફ ઋષિકેશ પટેલને 2016માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. વિસનગર 22 વિધાનસભા મત વિસ્તારમાં ઋષિકેશ પટેલે 2007થી 2021 સુધી ધારાસભ્ય તરીકે કામગીરી કરી છે. તેમણે છેલ્લા 14 વર્ષની ધારાસભ્ય તરીકેની જવાબદારી દરમિયાન ધારાસભ્યની 95% ગ્રાન્ટનો ઉપયોગ કરી પંથકના વિકાસ માટે સિંહ ફાળો આપ્યો છે. તેઓ 2011થી 2019 દરમિયાન મહેસાણા જિલ્લા ક્રિકેટ એસોસિએશન અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતા હતા. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામમાં ટ્રસ્ટી, શ્રી ઉમિયા સંસ્થા, ઉંઝા કારોબારી સભ્ય, તિરુપતિ ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા છે.

Gujarat election 2022: જયેશ રાદડિયાઃ જાણો દિગ્ગજ નેતાનું પ્રારંભિક જીવન અને રાજકીય કારકિર્દી


વિસનગરમાં રૂપાલાની સભામાં પથ્થરમારાએ ઋષિભાઈ પટેલનું ભાગ્ય બદલ્યું?

ઋષિકેશ પટેલ 2107ની ચૂંટણી પાતળી સરસાઈથી જીત્યા હતા. તે સમયે વિસનગરમાં રૂપાલાની સભામાં પથ્થરમારો થયો ન હોત તો પરિણામ કોંગ્રેસ તરફી આવ્યુ હોત તેવું કહેવાય છે. આજના જમાનામાં મતદારો જાગૃત છે. તે સમયે વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલને પાટીદારોનો ફુલ સપોર્ટ હતો. મહેશભાઈ પટેલની ગામડાઓની સભાઓ અને લોકસંપર્ક બાદ તેમની જીત નિશ્ચીત કહેવાતી હતી.

આ દરમિયાન રેલ્વે સ્ટેશન સર્કલ પાસે મંત્રી રૂપાલાની ઉપસ્થિતિમાં ભાજપની સભા યોજાઈ હતી. જેમાં ઠાકોર, ચૌધરી, રબારી તથા અન્ય સમાજના લોકોની સંખ્યા વધારે હતી. રૂપાલાનું ભાષણ ચાલું હતું, ત્યારે સભા વિખેરવા થાળી વેલણથી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવતા હોબાળા મચી ગયો હતો. સભામાં હાજર શ્રોતાઓ સભાસ્થળ છોડી જતા રહેશે તેમ જણાતું હતું. પરંતુ સભામાં હાજર લોકોએ સભાસ્થળ છોડીને જતા રહેવાની જગ્યાએ સભાસ્થળ પર મક્કમતાથી ઉભા રહ્યા હતા. આ ઘટનાના કારણે સમીકરણો ઋષિકેશ પટેલ તરફી થઈ ગયા હતા.

ઋષિકેશ પટેલની વ્યક્તિગત માહિતી

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો જન્મ 1 જાન્યુઆરી, 1961ના રોજ થયો હતો. તેઓ ધો. 12 પાસ છે અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. તેમના પિતાનું ગણેશભાઈ છે. ઋષિકેશભાઈ પટેલનો પરિવાર હાલ અમદાવાદ ખાતે છે, જ્યારે તેમનાં માતા કમળાબેન વિસનગર ખાતે છેે. તેમના પત્નીનું નામ મીનાબેન છે.

ઋષિકેશ પટેલની સંપતિ

તાજેતરમાં ગુજરાત સરકારમાં નિમણૂક પામેલા મંત્રીઓમાં સૌથી વધારે સંપત્તિ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોખરે છે. ઋષિકેશ પટેલ પાસે 14.95 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા હોવાનું કહેવાય છે. 2017ની વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભરતી વખતે જાહેર કરેલી સંપતિ મુજબ ઋષિકેશ પટેલ પાસે હાથ પર રૂ. 644578 જેટલી રોકડ હતી.

જ્યારે તેમના પત્ની મીના બેન પાસે રૂ. 57007 જેટલી રોકડ હાથ પર હતી. આ ઉપરાંત ઋષિકેશ પટેલ પાસે બેંક થાપણો, ફંડ - બોન્ડ કે અન્ય રોકાણ, વીમા પોલિસી કે અન્ય નાણાકીય ખાતા, પેઢી કે કોઈ વ્યક્તિને આપેલી અંગત લોન, વાહન, ઘરેણાં સહિતની 5.35 કરોડની સંપતિ હતી. તેમજ તેમના પત્ની પાસે 2.88 કરોડની સંપતિ હતી. તેમજ તેમની પાસે જમીન, મકાનોની પણ બહોળી સંપતિ છે. આ ઉપરાંત તેમના પર 2.2 કરોડ જેટલી લોન છે.

ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવેલા લોકહિતના કામ

વિસનગર તાલુકાના દેણપ ગામમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગત માર્ચ મહિનામાં સુજલામ-સુફલામ અભિયાનના મહેસાણા જીલ્લાના પાંચમા તબક્કાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં તેમણે અમદાવાદ ખાતે પંખ અને વચન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે બહુચરાજી સિવિલમાં ડાયાલિસિસ કેન્દ્ર, બાળ સંભાળ કેન્દ્ર, આરઓ પ્લાન્ટ, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ અને ફિઝીયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ પણ કર્યું હતું, આ તકે તેમણે રાજ્યના દરેક તાલુકામાં સરકાર ડાયાલિસિસ કેન્દ્ર શરૂ કરવાની હોવાનું પણ કહ્યું હતું. તેમણે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ગરીબોને વિવિધ સરકારી સહાય પૂરી પાડી હતી.

Gujarat Exclusive 2022: વિશ્વમાં વેષ્ણવ સંપ્રદાયના મૂળ ફેલાવનાર દ્વારકેશ લાલજી મહારાજનું રાજકીય ક્ષેત્ર શું છે મહત્વ?


અમદાવાદ જિલ્લાના પીરાણા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, સરકાર જનતાની સેવામાં સમર્પિત છે અને તે વિકાસકાર્યો માટે ખર્ચાતી પાઈ – પાઈનો લાભ સામાન્ય નાગરિક સુધી પહોંચે તે માટે કટિબદ્ધ છે. જ્યારે આપણે દેશના અન્ય રાજ્યોમાં જઈએ છીએ ત્યારે તેના બિસ્માર રસ્તાઓ જોઈને આપણને લાગે છે કે ગુજરાત એ ભારતનું અમેરિકા છે. અહી ઉલ્લેખનિય છે કે, ઋષિકેશભાઈ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Rishikesh patel