Home /News /mehsana /Gujarat election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ખેરાલુ બેઠક પર ક્ષત્રિય-ઠાકોરનો વાગે છે ડંકો, જાણો
Gujarat election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ખેરાલુ બેઠક પર ક્ષત્રિય-ઠાકોરનો વાગે છે ડંકો, જાણો
ગુજરાત વિધાનસભા ચૂંટણી ખેરાલુ બેઠક પરિણામ
Kheralu assembly constituency : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections): ખેરાલુ વિધાનસભા બેઠક (Kheralu Constituency) ચૂંટણીની વાત કરીએ તો અહીં શંકરજી ઠાકોર પરિવારનો ભારે દબદબો છે. ભાજપ હોય કે કોંગ્રેસ આ પરિવારે દાયકાઓ સુધી જીત મેળવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022): ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022) મહાજંગમાં ખેરાલુ બેઠકની (Kheralu Constituency) વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોરનો દબદબો છે. ઓબીસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠકની બીજી એક ખાસ બાબત એ પણ ઉડીને આંખે વળગે એવી છે કે આ બેઠક પર શંકરજી ઠાકોર (Shankarji Thakor) પરિવારે વર્ષો સુધી રાજ કર્યું છે. કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષમાં આ પરિવારે જીત મેળવી ધારાસભ્ય પદ મેળવ્યું છે.
જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વનાં આવ્યુ ત્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે. બેઠકનો સૌથી રસપ્રદ ઈતિહાસ એે છે કે તેના પર શંકરજી ઓખાજી પરિવારનો દબદબો જોવા મળે છે. એવી એક પણ ચૂંટણી નથી, જ્યારે આ પરિવારના નેતાએ ચુંટણીમાં ઝંપલાવ્યું ન હોય.
વર્ષ 1967ની વિધાનસભાની ચૂંટણીને બાદ કરતાં સતત વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમા શંકરજી ઓખાજી ચુંટણી લડ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2007થી તેમના પુત્ર ભરતજી શંકરજી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.
તેઓ 2007, 2012 અને 2017માં ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. 2017માં યોજાયેલી ખેરાલુ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી હરીફ ઉમેદવાર કરતાં 21415 મતની સરસાઈથી વિજેતા થયા હતા. જ્યારે આ વખતે ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરે તેનાથી વધુ 29091 મતની સરસાઈથી જીત મેળવી છે.
વર્ષ 2019માં યોજાઇ હતી પેટાચૂંટણી
ખેરાલુનો સમાવેશ પાટણ લોકસભા સીટ હેઠળ થતો હોવાથી પાટણના રાજકારણની પણ સીધી અસર ખેરાલુમાં જોવા મળે છે. તેથી ભરતજી ડાભી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી વિજેતા થતાં અહી પેટાચૂંટણી યોજાઇ હતી.
આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી બાબુજી ઠાકોર તો ભાજપ તરફથી અજમલજી ઠાકોર સામસામને ટકરાયા હતા. જેમાં અજમલજી ઠકારોનો 60,875 મતે વિજય થયો હતો. અજમલજી ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના રહેવાસી છે. તેઓ ગ્રામ સેવક પણ રહી ચૂક્યા છે. છેલ્લાં 6 વર્ષથી ખેરાલુ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. ખેરાલુ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે.
કેવું છે આ બેઠક પર મતદારોનું ગણિત?
ખેરાલુમાં ઠાકોર, ચૌધરી અને રાજપૂત સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. આ બેઠક પર અંદાજે ઠાકોર 62621, ક્ષત્રિય 26000, ચૌધરી 18329, દલિત 17000, મુસ્લિમ 14000, પાટીદાર 11000, પ્રજાપતિ 9090, બ્રાહ્મણ 6000, રબારી 6604, રાવળ 6000, દેવીપૂજક 5000, દરજી 1900, બારોટ 1800, સીંઘી 1800, સુથાર 1800, મોદી 1100 અને શાહ 600 અને અન્ય 15000 મત મળી કુલ 2 લાખ 59 હજાર મતદાતાઓ આ બેઠકમાં નોંધાયેલા છે. ખેરાલુ બેઠક પર ક્ષત્રિય-ઠાકોર મતદારોનું પ્રભુત્વ હોઇ ભાજપ અને કોંગ્રેસ બેઠક ઉપર જ્ઞાતિના ઉમેદવારને મેદાનમાં ઉતારશે તેમ મનાય છે.
- ગ્રામ પંચાયતની ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તે પૂર્વે નવા સીમાંકન દરમિયાન ખેરાલુ તાલુકાના વરેઠામાં અ.જા.ની વોર્ડ બેઠક રદ કરી દેવાયાનો અને સતલાસણાના ઉમરેચામાં અ.જા.ની વસતીના હોવા છતાં વોર્ડ બેઠક અ.જા.ને ફાળવી દેવાઇ હોવાનો હોબાળો ચરમસીમાએ પહોંચ્યો હતો. આ અંગે દિગ્ગજ નેતાઓ પણ મેદાનમાં આવી ગયા હતા.
- ખેરાલુમાં પાણીની સમસ્યા ખેડૂતો માટે સૌથી મહત્વનો મુદ્દો છે. હાલ ચૂંટણીઓ આવી રહી હોવાથી ખેરાલુ તાલુકાના 30 જેટલા ગામના ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. પાણી નહીં તો મત નહીંના બેનરો સાથે ખેડૂતો પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે કોઇ પણ નેતાઓ કે અધિકારીઓ અમારી વાત સાંભળતા નથી. તેથી સમસ્યાનો હલ નહીં થાય તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું.
- ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં દૂધસાગર ડેરીના ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવી શકે એવી સંભાવના છે. દૂધસાગર ડેરીના પૂર્વ ડાયરેક્ટર વિપુલ ચૌધરીએ એક જાણીતા અખબાર સાથે કરેલી ખાસ વાતચીતમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલાં જ ડેરીની પેટાચૂંટણી યોજવા માટે સ્પષ્ટ ચીમકી આપી છે.
જો વિધાનસભા ચૂંટણી અગાઉ ડેરીની પેટાચૂંટણી નહીં યોજાય તો આમ આદમી પાર્ટીનો હાથ પકડવાના સંકેત વિપુલ ચૌધરીએ આપ્યા છે. કુલ 15 સીટોનાં પરિણામો જાહેર થયાં બાદ ખેરાલુ બેઠક પરના ડાયરેક્ટર માનસિંહ ચૌધરીનું કોરોનાકાળ દરમિયાન મૃત્યુ થતાં આ સીટ ખાલી પડી છે.
આમ, ખેરાલુ અને ઈત્તર મંડળી એમ બંને ખાલી પડેલી સીટ પર વિધાનસભા ચૂંટણી અગાઉ તાત્કાલિક પેટાચૂંટણી નહીં યોજાય તો વિવિધ રાજકીય પાર્ટીના ચૂંટણીઢંઢેરાનું વિશ્લેષણ કર્યા બાદ રાજકીય નિર્ણય લેવાની વાત વિપુલ ચૌધરીએ કરી છે.
ખેરાલુ બેઠક પર કોણે કર્યુ રાજ?
ચૂંટણી વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2019 (પેટા ચૂંટણી)
અજમલજી ઠાકોર
ભાજપ
2017
ભરતસિંહ ડાભી
ભાજપ
2012
ભરતસિંહ ડાભી
ભાજપ
2007
ભરતસિંહ ડાભી
ભાજપ
2002
રમીલાબેન દેસાઇ
ભાજપ
1998
શંકરજી ઠાકોર
કોંગ્રેસ
1995
શંકરજી ઠાકોર
કોંગ્રેસ
1990
શંકરજી ઠાકોર
જેડી
1985
શંકરજી ઠાકોર
આઇએનડી
1980
મોહન દેસાઇ
જેએનપી
1975
શંકરજી ઠાકોર
કોંગ્રેસ
1972
શંકરજી ઠાકોર
કોંગ્રેસ
1967
વી વી પારેખ
આઇએનડી
1962
નટવરલાલ પટેલ
કોંગ્રેસ
શું છે આ બેઠક પર મતદારોની માંગ?
ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીએ દસ્તક દીધી છે. દરેક રાજકીય પક્ષો પોતાની ચોપાટ બિછાવવાની તૈયારી શરુ કરી છે. તેવામાં ખેરાલુ તાલુકાના 30 ગામડાના ખેડૂતોએ સિંચાઈના પાણીના મુદ્દે કોઈપણ રાજકીય નેતાઓને પોતાના ગામમાં પ્રવેશ ઉપર પ્રતિંબંધ કરવાનો નિર્ણય કરતા આવનારી ચૂંટણીમાં આ બેઠક ઉપર પોતાની વૈતરણી પાર કરવાની મહેચ્છા ધરાવતા નેતાઓની મુંઝવણમાં વધારો થયો છે.
મંદ્રોપુર ગામે રાત્રીના સુમારે મંદ્રોપુર, ફતેપુરા, વિઠોડા, પાન્છા, બળાદ, લુણવા, મંડાલી, મછાવા તેમજ આસપાસના 30 જેટલા ગામના ખેડૂતોએ ભેગા મળી પાણીના પોકાર પાડયા હતા.
મંદ્રોપુર ગામની ડેરી પાસે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહીને ચુંટણી ટાણે ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા અપાતા ઠાલા વચનો સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.